MEHSANA : જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક યોજાઈ

|

Dec 22, 2021 | 4:56 PM

ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રસ આપના દ્વારે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.આજથી ગુજરાતના તમામ જિલ્લામાં આગેવાનો સાથે કોંગ્રેસ નેતાઓ રૂબરૂ મુલાકાત લેશે.

MEHSANA : મહેસાણામાં પ્રદેશ કોંગ્રેસની ખાનગી બેઠક યોજાઇ. જેમાં ગુજરાત પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યાં.આ સાથે જ સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ, નરેશભાઈ રાવલ, અલકાબેન ક્ષત્રિય, જિલ્લા પ્રભારી અશ્વિન કોટવાલ સહિંતના કોંગ્રેસ નેતાઓ અને મહેસાણા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં. ગુજરાત કોંગ્રેસ દ્વારા કોંગ્રસ આપના દ્વારે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.. આજથી ગુજરાતના તમામ જિલ્લામાં આગેવાનો સાથે કોંગ્રેસ નેતાઓ રૂબરૂ મુલાકાત લેશે..ગુજરાતમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરાઇ છે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેશનલ સેક્રેટરી તેમજ ગુજરાતના સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ પણ હાજર રહ્યાં હતા. તેમણે આ બેઠક અંગે ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખાને મજબૂત કરવા માટે જિલ્લાવાર ચિંતન શિબિર અને કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા તથા પાટણ જિલ્લાના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો, તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સાથે પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે ગહન ચર્ચા કરવામાં આવી.

આ પણ વાંચો : Ahmedabad : શાળાઓમાં કોરોનાના કેસો વધતા સરકારે પરિપત્ર જાહેર કર્યો, પરિપત્રનું પાલન થાય છે કે નહીં તે જાણવા tv9નો પ્રયાસ

Next Video