Ahmedabad: ઈ-શ્રમ કાર્ડની નોંધણી અને ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજાયો, હવે વ્યાજબી ભાવની દુકાનમાંથી મળશે કાર્ડ

|

Dec 13, 2021 | 6:43 AM

Ahmedabad: દેશમાં અત્યાર સુધી અસંગઠિત ક્ષેત્રના કામદારોનો કોઈ ડેટાબેઝ કે સચોટ ડેટા નથી. આ ખામીને દૂર કરવા માટે, ઇ-શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો આ અંગે શહેરમાં ગઈકાલે કેમ્પનું આયોજન થયું.

Ahmedabad: 12 ડિસેમ્બરે અન્ન અને નાગરિક પુરવઠા હસ્તકની રખિયાલ ઝોનલ કચેરી અને લેબર ડિપાર્ટમેન્ટના સહયોગથી ઈ-શ્રમકાર્ડની નોંધણી અને ઈ-શ્રમ કાર્ડ (E Sharm Card) મેળવવા અંગેના કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા હતા. શ્રમિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ સ્થળ ઉપર જ ઈ-શ્રમકાર્ડ મેળવ્યા હતા.

આ મુદ્દે રખિયાલ-શહેરકોટડા ઝોનના મદદનીશ નિયામક રાજેશ પ્રજાપતિએ જણાવ્યું કે હવે પછી દરેક વ્યાજબી ભાવની દુકાનેથી ઈ-શ્રમ કાર્ડ મળી શકશે. આ માટે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. જેથી દરેક લાભાર્થી પોતાની નજીકમાં રહેલ વ્યાજબી ભાવની દુકાનથી આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને બેંક પાસબુકની નકલ સાથે રાખી ઈ-શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે. તેમજ સરકારની યોજનાનો લાભ મેળવી શકે છે.

જણાવી દઈએ કે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કામદારોને જોતા સરકારનું આ પગલું ઘણું મહત્વનું માનવામાં આવે છે. દેશમાં અત્યાર સુધી અસંગઠિત ક્ષેત્રના કામદારોનો કોઈ ડેટાબેઝ કે સચોટ ડેટા નથી. આને કારણે સરકારી યોજનાઓનો લાભ કામદારો સુધી પહોંચતો નથી.

આ ખામીને દૂર કરવા માટે, ઇ-શ્રમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું, જ્યાં કામદારોની સંપૂર્ણ માહિતી રેકોર્ડ કરવામાં આવશે. દેશમાં લગભગ 437 કરોડ અસંગઠિત કામદારોના આંકડા અનુસાર, દેશમાં હાલમાં લગભગ 437 કરોડ અસંગઠિત કામદારો છે. સરકારનું કહેવું છે કે આ પહેલનો લાભ (E Shram Portal Login) અને સરકારી યોજનાઓનો લાભ તમામ અસંગઠિત કામદારોને મળશે.

 

આ પણ વાંચો: જાઓ પહેલા વ્હીલ ચેર પર બેસીને ફૂટપાથ અને પાર્કિંગ નજીકની જગ્યાઓ પસાર કરીને આવો’ DDAના અધિકારીને દિલ્હી હાઈકોર્ટે આપ્યો આદેશ

આ પણ વાંચો: DRDO અને ભારતીય વાયુસેનાએ સ્વદેશી સ્ટેન્ડ-ઓફ એન્ટી-ટેન્ક મિસાઈલનું સફળતાપૂર્વક કર્યું ઉડાન-પરીક્ષણ

Next Video