બોટાદમાં તંત્રની લાલિયાવાડી…બે વર્ષથી રોડ બિસ્માર, હજારો લોકોને હાલાકી, જુઓ વીડિયો

|

Dec 25, 2023 | 11:35 PM

બોટાદમાં વાહનચાલકો ખરાબ રસ્તાને પગલે અકસ્માતનો ભોગ બને છે. ગટરનું પાણી ઉભરાયા બાદ તો સ્થિતિ વધુ કફોડી બને છે અને ચોમાસામાં પસાર થવું મુશ્કેલ બની જાય છે. પરંતુ સત્તાધીશોને કોઈ ફરક પડતો નથી. છેલ્લા 2 વર્ષથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

બોટાદ વર્ષ 2012માં જિલ્લો બન્યો હતો. ચાર તાલુકાથી બનેલા આ જિલ્લાનું મુખ્ય મથક બોટાદ છે. જિલ્લો બન્યાને 10થી વધુ વર્ષ થવા છતાં બોટાદમાં લોકોને વિવિધ સમાસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બોટાદ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ભાંભણ રોડ છેલ્લા 2 વર્ષથી બિસ્માર છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દરકાર લેતું નથી.

આ ભાંભણ રોડ ભાંભણ, જનડા, પીપળીયા, ઈંગોરલા જેવા આશરે 8થી 10 ગામોને જોડતો મુખ્યમાર્ગ છે. માત્ર આટલું જ નહીં પરંતુ ભાંભણ રોડ પર હિફ્લી નામનો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં 500થી વધુ હીરાના કારખાના આવેલા છે. અહીંથી રોજ હીરાના વેપારીઓ, કારખાનેદારો અને રત્નકલાકારો પસાર થાય છે. તકલીફ વેઠે છે, પરંતુ કઈ કરી શક્તા નથી.

આ પણ વાંચો અંબાલાલની આગાહી-ગુજરાત પર ફરી માવઠાનું સંકટ, નવા વર્ષના પ્રારંભે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા

અનેક વાહનચાલકો ખરાબ રસ્તાને પગલે અકસ્માતનો ભોગ બને છે. ગટરનું પાણી ઉભરાયા બાદ તો સ્થિતિ વધુ કફોડી બને છે અને ચોમાસામાં પસાર થવું મુશ્કેલ બની જાય છે. પરંતુ સત્તાધીશોને કોઈ ફરક પડતો નથી. છેલ્લા 2 વર્ષથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video