ભરૂચ વીડિયો : અંકલેશ્વરના ગામડાઓમાં લટાર મારતાં દીપડાને આખરે પાંજરે પુરવામાં આવ્યો, ઘણા સમયથી લોકોમાં ભય ફેલાવ્યો હતો
ભરૂચ : જુના નેશનલ હાઇવે અને નેશનલ હાઇવે 48 વચ્ચે આવેલા ગામડાઓમાં સમયાંતરે નજરે પડતા દીપડાએ સ્થાનિકોમાં ફફડાટ ફેલાવ્યો હતો. વનવિભાગને ઘટનાની જાણ કરાતા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં આખરે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના ગામોમાં દીપડાની સીમમાં હાજરી સમયાંતરે જોવા મળતી હતી. આ દીપડાનું રહેણાંક વિસ્તારો સુધી ઘુસી આવું માનવી અને વન્ય જીવ બન્ને માટે જોખમી સ્થિતિ જણાતી હતી. વન વિભાગ દ્વારા જે ગામોમાં દીપડો જોવા મળ્યો હતો તેની સીમ અથવા ખેતરોમાં પાંજરા ગોઠવામાં આવ્યા હતા. આજે સવારે અમરતપુરા ગામની સીમમાં પાંજરામાં દીપડો નજરે પડ્યો હતો. સૂત્રો અનુસાર રાતે અમૃતપરાની સીમમાં દીપડો પાંજરે પુરાયો હોવાનું અનુમાન છે. તબીબી તપાસ બાદ તેને વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
Published on: Jan 09, 2024 12:20 PM