અમદાવાદ DRIનું મોટું ઓપરેશન, 25 કરોડનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપ્યું, 3 શખ્સોની ધરપકડ

અમદાવાદ DRIનું મોટું ઓપરેશન, 25 કરોડનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપ્યું, 3 શખ્સોની ધરપકડ

| Edited By: | Updated on: Jan 17, 2024 | 11:26 PM

અમદાવાદ DRIએ 25 કરોડનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપ્યું છે. એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ડ્રગ્સ જપ્ત કર્યું છે. પાર્સલમાં કેમિકલના નામે ડ્રગ્સની હેરાફેરી થતી હતી. આ ડ્રગ્સ થાઇલેન્ડના બેંગકોકમાં પહોંચાડવાનું હતું. ત્યારે DRIએ ઝડપી પાડ્યું છે. તો ગાંધીનગરની એક ફેક્ટરીમાંથી પણ 46 કિલો ડ્રગ્સનો પાવડર મળી આવ્યો છે.

અમદાવાદમાં DRIએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ડ્રગ્સ જપ્ત કર્યું છે. પાર્સલમાં કેમિકલના નામે ડ્રગ્સની હેરાફેરી થતી હતી. આ ડ્રગ્સ થાઇલેન્ડના બેંગકોકમાં પહોંચાડવાનું હતું. ત્યારે DRIએ ઝડપી પાડ્યું છે.

ગાંધીનગરની એક ફેક્ટરીમાંથી પણ 46 કિલો ડ્રગ્સનો પાવડર મળી આવ્યો છે. તમામ મુદ્દામાલ જપ્ત કરીને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, DRIને છેલ્લા 3 મહિનામાં આ ત્રીજી વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળી છે.

આ પણ વાંચો કચ્છ બોર્ડર પરથી ઝડપાયો પાકિસ્તાની, BSFએ તપાસ હાથ ધરી