Election Results Memes: ચૂંટણીના ટ્રેન્ડને જોતા લોકોએ સોશિયલ મીડિયા પર મીમ્સ કર્યા વાયરલ, કોગ્રેસની થઇ ફજેતી

Election Results Latest Memes: વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસની હારથી ઘણા લોકો ખૂબ જ ખુશ છે. જેના કારણે'મોય મોય' સોન્ગ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો કોગ્રેસની મજાક ઉડાડી રહ્યા છે.

Election Results Memes: ચૂંટણીના ટ્રેન્ડને જોતા લોકોએ સોશિયલ મીડિયા પર મીમ્સ કર્યા વાયરલ, કોગ્રેસની થઇ ફજેતી
Election Results Memes
| Updated on: Dec 03, 2023 | 1:29 PM

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાના ચૂંટણી પરિણામો રવિવારે (3 ડિસેમ્બર) જાહેર થશે. રાજસ્થાનમાં બીજેપી આગળ ચાલી રહી છે ત્યારે તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને લીડ મળતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સે ઇવીએમ પર સવાલ ઉઠાવતા મીમ શેર કર્યા છે, લોકો સોશિયલ મીડિયા પર કોગ્રેસની ફજેતી કરી રહ્યા છે.

વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસની હારથી ઘણા લોકો ખૂબ જ ખુશ છે. લોકો ‘મોય મોય ટ્રેન્ડ’ હેઠળ કોંગ્રેસ પાર્ટી પર મીમ્સ શેર કરી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક લોકો ભાજપ વિશે મીમ્સ બનાવી રહ્યા છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો દાવો પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. તમે પણ જુઓ આ વાયરલ મીમ્સ.

Published On - 1:04 pm, Sun, 3 December 23