
ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ઉત્સાહનો માહોલ છે, ત્યારે સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગતાની સાથે જ સ્ટેડિયમમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં હાજર 1 લાખથી વધુ ક્રિકેટ ચાહકો રાષ્ટ્રગીતની ધૂન સાથે જોડાયા અને એક સાથે રાષ્ટ્રગાન કર્યું હતું
રમતગમતની સીમાઓ ઓળંગીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પહેલા, જ્યારે ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે પ્રેક્ષકો ઉભા થઈ ગયા. સ્ટેડિયમમાં હાજર 1 લાખથી વધુ દર્શકોએ એકસાથે રાષ્ટ્રગીત ગાયું હતું. રાષ્ટ્રગીત દરમિયાન સમગ્ર સ્ટેડિયમમાં દેશભક્તિનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.
More than 1 Lakh fans signing the Indian national anthem.
– This is goosebumps pic.twitter.com/cQMVLMz1Yc
— Johns. (@CricCrazyJohns) November 19, 2023
ભારત- ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વાદળી જર્સીથી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને લાખો લોકો એકસાથે હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. લોકો પોસ્ટની કોમેન્ટમાં પર જયશ્રી રામ લખી રહ્યા છે.