Virus Detecting Chip : અમેરિકાના વૈજ્ઞાનિકોએ બનાવી માઈક્રો ચીપ, શરીરમાં કોરોનાના લક્ષણો બતાવશે

|

Apr 13, 2021 | 3:36 PM

Virus Detecting Chip : અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આ ચીપ કોરોનાના લક્ષણોને સરળતાથી ઓળખશે.

Virus Detecting Chip : અમેરિકાના વૈજ્ઞાનિકોએ બનાવી માઈક્રો ચીપ, શરીરમાં કોરોનાના લક્ષણો બતાવશે
સાંકેતિક તસ્વીર

Follow us on

Virus Detecting Chip : દેશ સહીત સમગ્ર દુનિયામાં કોરોનાએ ભરડો લીધો છે. પહેલા આ કોરોના રોગ લોકો માટે નવો જ રોગ હતો. દુનિયાના વિવિધ દેશોમાં ફેલાયા બાદ કોરોનાને ઓળખવાના અને તેના સંક્રમણથી બચવાના ઉપાયો શોધવામાં આવ્યાં. ત્યાર બાદ કોરોના સંક્રમણ દરમિયાન કોરોનાને કઈ રીતે હરાવાવાઓ એના પણ વિવિધ ઉપાયો શોધવામાં આવ્યા.આજના આધુનિક યુગમાં એવું કોઈ ક્ષેત્ર બાકી નથી જ્યાં ટેકનોલોજીનો વિનિયોગ ન થયો હોય. વૈશ્વિક મહામારી કોરોના સામે હવે ટેકનોલોજીની  મદદ લેવામાં આવી રહી છે. અને આ કામમાં એક ચીપ (Virus Detecting Chip) બનવવામાં અમરિકાના વૈજ્ઞાનિકો સફળ પણ થયા છે.

Virus Detecting Chip
અમેરિકાના એક રોગચાળાના નિષ્ણાતે દાવો કર્યો છે કે હવે કોરોના વાયરસ છેલ્લી મહામારી બની રહેશે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક માઇક્રોચિપ તૈયાર કરી છે જે શરીરમાં કોરોના વાયરસના લક્ષણોને ખૂબ જ સરળતાથી શોધી શકશે અને બાદમાં તેને ફિલ્ટર દ્વારા લોહીથી દૂર કરશે. અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનના વૈજ્ઞાનિકોએ આ માઇક્રોચિપ અને ટેકનોલોજી વિકસાવી છે. આ નવી ટેક્નોલજી ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (DRPA) દ્વારા વિકસાવવામાં આવી છે.તે કોરોના મહામારીના વધતા જતા સંક્રમણ વચ્ચે એક મોટી સફળતા માનવામાં આવે છે.

આવી રીતે કામ કરશે આ માઇક્રોચિપ
જેણે આ ટેકનીક બનાવી છે તે ટીમના મુખ્ય  નિષ્ણાંત નિવૃત્ત કર્નલ ડો.મેટ હેપબર્ને  જણાવ્યું હતું કે આ માઇક્રોચિપ (Virus Detecting Chip) શરીરના કોઈપણ ભાગમાં ત્વચાની નીચે લગાવવામાં આવશે અને આ ચિપ શરીરમાં થતા તમામ પ્રકારની કેમિકલ રિએક્શન જણાવશે. આ સાથે જ આ પ્રતિક્રિયાઓ જણાવશે કે કોઈ વ્યક્તિ કેટલા સમયમાં વાયરસથી સંક્રમિત થવાનો છે. ડો.હેપબર્ને જણાવ્યું હતું કે આ માઇક્રોચિપમાં એક જેલ છે જે ટીશ્યુની જેવું દેખાય છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે સતત લોહીની તપાસ કરશે અને રિપોર્ટ તૈયાર કરશે.આ સાથે જ તમને તેનું પરિણામ ત્રણથી પાંચ દિવસમાં મળશે. ડો.હેપબર્ને કહ્યું કે આ ચિપની મદદથી તપાસ અને પરિણામોમાં વધારે સમય લાગશે નહિ જેથી સમયસર વાયરસનો નાશ થઈ શકશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પેન્ટાગોનમાં બન્યું ડાયાલીસીસ જેવું મશીન
ડો.હેપબર્ને માહિતી આપી હતી કે પેન્ટાગોનની એક સહયોગ પેથોલોજી સંસ્થાની મદદથી લોહીનું પરીક્ષણ કરવા માટે ડાયાલીસીસ જેવું મશીન બનાવવામાં આવ્યું છે. ડો.હેપબર્ને કહ્યું કે તેનો ઉપયોગ સૈન્ય કર્મચારીઓ પર કરવામાં આવ્યો હતો અને વાયરસ તેના શરીરમાંથી સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો અને હવે તેઓ સ્વસ્થ છે. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ મશીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. ડો.હેપબર્ને દાવો કર્યો છે કે કોવિડ-19 મહામારી હવે છેલ્લી મહામારી બનશે. હવે અમે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના જૈવિક અને રાસાયણિક હુમલાને રોકવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

Next Article