ફેક ન્યૂઝને ડામવા માટે WhatsApp લાવ્યું નવું ફીચર, તમારો મેસેજ કેટલાં લોકોને ફોરવર્ડ થયો તે હવે તમે પણ જાણી શકશો

લોકસભાની ચૂંટણીમાં ફેક ન્યૂઝને અંકુશમાં લેવા માટે દુનિયાની સૌથી મોટી મેસેજિંગ એપ WhatsApp કડક વલણ અપનાવવા જઇ રહ્યું છે. જેના માટે કેટલાં લોકોને મેસેજ ફોરવર્ડ થયા છે તેના અંગે તમામ માહિતી તમે તમારા ચેટ બોક્સમાં જ જોઇ શકશો. જેમાં સૌથી પહેલી WhatsApp બીટા માહિતી દ્વારા સ્પૉટ કરવામાં આવ્યું હતું, Android પર WhatsApp માટે એક નવુ […]

ફેક ન્યૂઝને ડામવા માટે WhatsApp લાવ્યું નવું ફીચર, તમારો મેસેજ કેટલાં લોકોને ફોરવર્ડ થયો તે હવે તમે પણ જાણી શકશો
| Updated on: Mar 24, 2019 | 7:13 AM

લોકસભાની ચૂંટણીમાં ફેક ન્યૂઝને અંકુશમાં લેવા માટે દુનિયાની સૌથી મોટી મેસેજિંગ એપ WhatsApp કડક વલણ અપનાવવા જઇ રહ્યું છે. જેના માટે કેટલાં લોકોને મેસેજ ફોરવર્ડ થયા છે તેના અંગે તમામ માહિતી તમે તમારા ચેટ બોક્સમાં જ જોઇ શકશો.

જેમાં સૌથી પહેલી WhatsApp બીટા માહિતી દ્વારા સ્પૉટ કરવામાં આવ્યું હતું, Android પર WhatsApp માટે એક નવુ બીટા અપડેટ્સ ફોરવર્ડિંગ મેસેજ પર બે સુવિધાઓ બતાવે છે. એક અતિરિક્ત ફોરવર્ડ કે જે આગળ લેબલ્સ જોડે છે, જ્યારે અન્ય યૂઝર્સ તપાસ કરી શકે છે કે તેમણે મેસેજ ફોરવર્ડ કર્યો છે કે નહીં.

આ પણ  વાંચો : લોકસભાની ચૂંટણીમાં 40 થી 50 ટકા મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પક્ષોએ શરૂ કરી નવી કવાયત, આ રીતે કરશે રાજકીય પક્ષો પ્રચાર

હાલમાં, WhatsApp પર ફોરવર્ડીંગ મેસેજ માટે એક લેબલ બતાવે છે. તમે તેને ઉપર જોઈ શકો છો. જે મેસેજને ચાર વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. તેના માટે વોટ્સએપ ઉપર ફોરવર્ડ લેબલ જોવા મળશે. WhatsAppમાં બીટા યૂઝર્સને આગામી અપડેટ્સમાં આ ફિચર મળવાની અપેક્ષા છે.

TV9 Gujarati

આ ઉપરાંત WhatsApp એક એવું ફીચર લઈને આવવાનું છે, જેમાં યૂઝર્સ એપની અંદર જ કોઈ પણ લિંકને ઓપન કરી શકશે. આ ફીચરનું નામ ઇન-એપ બ્રાઉઝર છે, જેમાં યૂઝર કોઈ પણ વેબ પેજને WhatsAppની અંદર જ ઓપન કરી શકશે અને તેને એપથી બહાર નહીં જવું પડે. જોકે એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આ ફીચરનો ઉપયોગ કરતી વખતે તમે કોઈ પણ સ્ક્રીનશોટ કે પછી સ્ક્રીનને રેકોર્ડ નહીં કરી શકો.

In-app browser યૂઝર્સને નુકસાન પહોંચાડનારા વેબ પેજ વિશે પણ એલર્ટ આપશે. આ ઉપરાંત જો આપને એ વાતની ચિંતા છે કે ક્યાંક WhatsApp કે ફેસબુક આપની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ચેક કરી શકે છે કે નહીં તો પરેશાન થવાની જરૂર નથી. કોઈ પણ તમારી હિસ્ટ્રી ચેક નહીં કરી શકે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:13 am, Sun, 24 March 19