એવો તે ક્યો નિયમ છે જે લાગુ કરવામાં આવે તો ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના આવી શકે છે ?, ચૂંટણી પંચે પોતાની વિડંબના SCમાં રજુ કરી

|

Mar 30, 2019 | 3:41 AM

લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષ દ્વારા EVM સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે VVPAT ના મત ગણવાની વાતો કરવામાં આવી રહી છે. જેના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું કે, જો આ માગ મુજબ કરવામાં આવે તો પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ જાહેર થશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે એકસાથે અરજી કરી […]

એવો તે ક્યો નિયમ છે જે લાગુ કરવામાં આવે તો ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના આવી શકે છે ?, ચૂંટણી પંચે પોતાની વિડંબના SCમાં રજુ કરી

Follow us on

લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષ દ્વારા EVM સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે VVPAT ના મત ગણવાની વાતો કરવામાં આવી રહી છે. જેના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે કહ્યું કે, જો આ માગ મુજબ કરવામાં આવે તો પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ જાહેર થશે.

સુપ્રીમ કોર્ટમાં આ મામલે એકસાથે અરજી કરી છે કે જેથી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી 50 ટકા VVPAT રિસિપ્ટને ક્રોસ ચેક કરવાની માગણી કરી છે. જેથી ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા પર કોઈ જ તકલીફ આવે નહીં. જેના પર ચૂંટણી પંચ દ્વારા આ પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું કે, જો દેશના દરેક મત વિસ્તારમાં 50 ટકા VVPAT રિસિપ્ટને ક્રોસ ચેક કરવામાં આવે તો મતગણતરીમાં વધુ સમય લાગી શકે છે. જેથી ઓછામાં ઓછા પાંચ દિવસ મોડું થઈ શકે છે. આ સ્થિતિમાં લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મેના નહીં પરંતુ 28 મેના રોજ આવી શકે છે.

આ પણ વાંચો : અમિત શાહના નામંકન કાર્યક્રમમાં આજે ભાજપ-એનડીએ કરશે પોતાનું શક્તિ પ્રદર્શન, સમગ્ર દેશમાંથી વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા અમદાવાદ

હાલમાં ચૂંટણી પંચ પ્રત્યેક મત વિસ્તારમાં કોઈ પણ રેન્ડમ ઈવીએમ પસંદ કરે છે અને તેના VVPAT રિસિપ્ટને ઈવીએમના આંકડાઓની સાથે સરખાવવામાં આવે છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં 10.35 લાખ પોલિંગ સ્ટેશન છે. જેમાં આશરે 250 જેટલાં પોલિંગ સ્ટેશન છે. આ સ્થિતિમાં VVPATની ગણતરીમાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. આ જોતાં 50 ટકા સુધી જો ગણતરી કરવામાં આવે તો તેના માટે 5.2 દિવસનો સમય લાગી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article