
આજના સમયમાં આધાર એ ઓળખનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. આના વિના કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવો મુશ્કેલ બની શકે છે. આધાર કોઈપણ વ્યક્તિને તેના જીવનમાં માત્ર એક જ વાર આપવામાં આવે છે. UIDAI પાસે દેશમાં આધાર જારી કરવાની જવાબદારી છે.
આધારમાં ઘણી વખત લોકોની વિગતો ખોટી દાખલ કરવામાં આવે છે. ત્યારે UIDAI તેને સુધારવા અને નવી વિગતો અપડેટ કરવાનો વિકલ્પ આપે છે. જો તમારી કોઈપણ વિગતો આધારમાં ખોટી રીતે દાખલ કરવામાં આવી છે, તો તમે તેને મફતમાં અપડેટ કરવાની ડિસેમ્બરમાં અંતિમ તારીખ છે.
UIDAI અનુસાર, દર 10 વર્ષે આધાર કાર્ડની વિગતો અપડેટ કરવી ફરજિયાત છે. આધારની નિયમનકારી સંસ્થાએ મફત આધાર અપડેટ માટે 14 ડિસેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધીમાં તમે તમારી આધાર વિગતો સરળતાથી અપડેટ કરી શકો છો.
UIDAIએ 14 ડિસેમ્બર સુધી ઓનલાઈન આધાર અપડેટ માટે 50 રૂપિયાની ફિક્સ્ડ ફી માફ કરી દીધી છે. કોઈપણ વ્યક્તિ તેમની વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલને મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકે છે. પરંતુ જેઓ તેમનો ફોટો, આઇરિસ અથવા અન્ય બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માંગે છે તેઓએ આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને લાગુ ફી ચૂકવવી પડશે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો