100% વેસ્ટ મટિરિયલથી બનાવ્યો છે રોબોટ શાલુ
રોબોટ શાલુ (Robot Shalu)ને બનાવનાર શિક્ષક દિનેશ પટેલના જણાવ્યા મુજબ શાલુ હ્યુમનોઈડ રોબોટ (Humanoid Robot) એકમાત્ર ભારતીય રોબોટ છે જે માત્ર અને માત્ર 100% વેસ્ટ મટિરિયલમાંથી બનવવામાં આવ્યો છે. શિક્ષક દિનેશ પટેલે આ રોબોટ પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ, લાકડા અને એલ્યુમિનિયમના ટુકડાઓનો ઉપયોગ કરીને બનાવ્યો છે. આ કારણોસર આ રોબોટને એક વિશેષ રોબોટ માનવામાં આવે છે.
ત્રણ વર્ષ, રૂ.50 હજારનો ખર્ચ
દિનેશ પટેલે એમ પણ જણાવ્યું હતું કે શાલુ મેડ-ઇન-ઈન્ડિયા હ્યુમનોઇડ રોબોટ (Humanoid Robot) બનાવવા માટે તેમણે કચરો અને ઇલેક્ટ્રોનિક સામગ્રી માટે 50,000 રૂપિયા ખર્ચ કર્યા છે.દિનેશ પટેલે તેમની એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેને રોબોટ શાલુ (Robot Shalu) બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યાં છે, ત્યારબાદ તે હાલના સ્વરૂપમાં આવી ગયું છે.તેમના કહેવા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “ડિજિટલ ઇન્ડિયા મિશન” (Digital India Mission) દ્વારા પ્રેરિત થઇ તેમના મનમાં શાલુ રોબોટ બનાવવાનો વિચાર આવ્યો.
શાલુ રોબોટમાં ઘણી ક્ષમતાઓ
રોબોટ શાલુ (Robot Shalu) પાસે ઘણા બધા કૌશલ્ય છે, જેમાં લોકોના ચહેરાઓને ઓળખવા અને યાદ રાખવા તેમજ કમ્પ્યુટર દ્રષ્ટિ દ્વારા સામાન્ય વસ્તુઓને ઓળખાવી વગેરે શામેલ છે. સોફિયા રોબોટની જેમ, દિનેશ પટેલનો શાલુ રોબોટ અંગ્રેજી સિવાય હિન્દી, ભોજપુરી, મરાઠી, બંગાળી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ અને નેપાળી સહિત નવ ભારતીય ભાષાઓમાં વાતચીત કરી શકે છે. અને આ બધું આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સને આભારી છે.
શાલુનો ઉપયોગ શિક્ષણમાં થઈ શકે છે
હ્યુમનોઇડ રોબોટ શાલુ (Humanoid Robot Shalu) બનાવનાર કમ્પ્યુટર વિજ્ઞાનના શિક્ષક દિનેશ પટેલના જણાવ્યા શાલુનો ઉપયોગ વર્ગના વાતાવરણમાં રોબોટ-શિક્ષક તરીકે ઉપયોગ કરી શકાય છે.કારણ કે શાલુ ક્વિઝ યોજવામાં, જી.કે. વિષયો પરના પ્રશ્નોના જવાબો, ગણિતના પ્રશ્નો અને સમીકરણોના જવાબો આપવામાં સક્ષમ છે.
Published On - 8:53 pm, Tue, 15 June 21