ઇન્સ્ટાગ્રામ (Instagram) એક એવુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જે યંગસ્ટર્સમાં ખૂબ પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાના વીડિયોઝ અપલોડ કરી કરીને હજારો લોકો ઇન્ફ્લુએન્સર (Influencer) અને સેલિબ્રીટી (Instagram Celebrity) બની ગયા છે. તમે વાંચ્યુ અને સાંભળ્યુ હશે કે બોલીવૂડ અને હોલીવૂડના સ્ટાર્સને (Hollywood Star) ઇન્સ્ટા પર એક પોસ્ટ કરવા બદલ લાખો રૂપિયો મળે છે. આ સ્ટાર્સના ફોલોવર્સ તો મિલીયન્સમાં હોય છે પરંતુ શું તમે જાણો છો કે જો તમારા ફક્ત 1000 ફોલોઅર્સ પણ છે તો તમે પણ પોસ્ટ કરીને કમાણી કરી શકો છો.
આજે અમે તમને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કમાણી કરવાની કેટલીક ટીપ્સ આપીશું. આ ટીપ્સને ફોલોવ કરીને તમે સરળતાથી ઇન્સ્ટા પર એન્ટરટેઇનમેન્ટની સાથે રૂપિયા પણ કમાઇ શકો છો.
Instagram Influencer : તમે ઇન્ફ્લુએન્સર બની શકો છો. તેનો મતલબ છે કે તમે સોશિયલ મીડિયા પર તમારા ઓનલાઇન સર્કલ અને ફોલોવર્સને પ્રભાવિત કરો છો. એટલે કે જો તમારી કોઇ પોસ્ટથી તમારા હજારો ફોલોવર્સ પ્રભાવિત થાયા છે તો તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો. તમે કોઇ પ્રોડક્ટ અથવા તો પ્રોફાઇલને પ્રોમોટ (Product Marketing or Digital Marketing) કરવા માટે ફી ચાર્જ કરી શકો છો. આ માટેનો રેટ તમારા ફોલોવર્સ અને પોસ્ટના હિસાબે નક્કી કરવામાં આવે છે. જો તમારી પાસે વધુ ફોલોવર્સ છે અને તેમની સાથે તમારુ એન્ગેજમેન્ટ સારુ હશે તો તમને હજારો રૂપિયા પણ મળી શકે છે.
Affiliated Marketing – આ સિવાય તમે એફિલિએટ માર્કેટિંગની (Affiliate Marketing) મદદથી પણ સારા એવા પૈસા કમાઇ શકો છો. તે ઇન્ફ્લુએન્સર જેવુ જ હોય છે. તેમાં એફિલિેટ કોઇ બ્રાંડ માટે કમિટેડ હોય છે. આમાં બ્રાંડના માર્કેટિંગ કરતા પ્રોડક્ટ્સને વેચવા પર વધારે ફોકસ કરવામાં આવે છે. કંપની તમને તેના પ્રોડક્ટ્સની લિંક આપે છે. આ લિંકને શેયર કરીને તમારે તમારા ફોલોવર્સને આ પ્રોડક્ટ્સ ખરીદવા માટે અપીલ કરવાની રહે છે. દરેક ખરીદદારી પર તમને કમીશન આપવામાં આવે છે.
Content Creator – જો તમને ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફીનો શોખ છે તો તમે તેને વોટરમાર્ક લગાડીને ઇન્સ્ટાગ્રામ પર વેચી શકો છો. આ સિવાય તમે વીડિયો, એનિમેશન, પેન્ટિંગ અને વિઝ્યુઅલ કન્ટેન્ટને પણ ઇન્સ્ટા પર અપલોડ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામના ઉપયોગથી તમે તમારી વેબસાઇટ અથવા તો બ્લોગ પર ટ્રાફિક લાવી શકો છો. જેનાથી તમને વેબસાઇટ પર આવતી એડના પૈસા મળશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –