SBI ના 30 લાખ ખાતા ગ્રાહકોના ડેટા થયો લીક, શું તમે પણ બન્યા છો તેનો શિકાર અને શું તમારે પણ ડરવાની છે જરૂરત ?

|

Jan 31, 2019 | 11:57 AM

દેશમાં ફરી એક વખત ડેટા લીકનો મુદ્દો સામે આવી રહ્યો છે. જેમાં દેશની સૌથી મોટી અને મહત્વની બેન્ક એવી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં ડેટા લીક થયા હોવાની વાત સામે આવી રહી છે. ટેક્નોલોજી સાથે સંકળાયેલી TechCrunch નામંક વેબસાઇટ દ્વારા એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેન્કે એક […]

SBI ના 30 લાખ ખાતા ગ્રાહકોના ડેટા થયો લીક, શું તમે પણ બન્યા છો તેનો શિકાર અને શું તમારે પણ ડરવાની છે જરૂરત ?

Follow us on

દેશમાં ફરી એક વખત ડેટા લીકનો મુદ્દો સામે આવી રહ્યો છે. જેમાં દેશની સૌથી મોટી અને મહત્વની બેન્ક એવી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં ડેટા લીક થયા હોવાની વાત સામે આવી રહી છે. ટેક્નોલોજી સાથે સંકળાયેલી TechCrunch નામંક વેબસાઇટ દ્વારા એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેન્કે એક અસુરક્ષિત સર્વર પર ગ્રાહકોની નાણાંકીય માહિતી રાખી હતી, જ્યાંથી ડેટા લીક થયો છે. જેના પરથી ગ્રાહકોની બેન્ક બેલેન્સથી લઈ હાલમાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની માહિતી લીક થઈ છે. આ સર્વરથી કોઈ પણ વ્યક્તિ ડેટા એક્સેસ કરી શકતું હતું.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ‘બુઆ’ની મુશ્કેલીમાં વધારો, ED દ્વારા 6 સ્થાનો પર 1400 કરોડના સ્મારક કૌભાંડના મામલે પાડવામાં આવ્યા દરોડા

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

જો કે આ મામલે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે બેન્કે સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે. પરંતુ આશરે બે મહિના અગાઉ SBI Quick નો ડેટા જે સર્વર પર રાખવામાં આવ્યો હતો તે અસુરક્ષિત હતો. જ્યાં કોઇ પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ ન હોવાના કારણે કોઇ પણ આ ડેટાનું એક્સેસ કરી શક્તું હતું.

TV9 Gujarati

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, SBI દ્વારા મોકલવામાં આવતાં ટેક્સ્ટ મેસેજની માહિતી લીક થતી હતી. જેમાં ગ્રાહકના ફોન નંબરથી લઇ બેન્ક બેલેન્સ અને તેમના ટ્રાન્જેક્શનની માહિતી મેળવી શકાતી હતી. જેના માટે બેન્ક દ્વારા 30 લાખ ગ્રાહકોને સોમવારે જ મેસેજ મોકલવામાં આવ્યા છે

શું તમારે ડરવાની જરૂર છે?

જો કે આ માહિતી લીક થવાથી તમારાં બેન્કના ખાતામાં રહેલાં પૈસાને કોઈ જ નુકસાન પહોંચ્યું નથી. ફોન નંબર, બેન્ક બેલેન્સ અને તમારાં ટ્રાન્જેક્શન સિવાય અન્ય કોઈ પણ માહિતી મળી શકતી નથી. એટલું જ નહીં તમારા ઓનલાઇન બેન્કીંગના યુઝર નેમ અને પાસવર્ડ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જેથી તમારાં પૈસા સુરક્ષિત છે.

[yop_poll id=”942″]

 

Published On - 11:47 am, Thu, 31 January 19

Next Article