Tokyo Paralympics : સુમિતનું સટીક નિશાન, 68.55 મીટર થ્રો કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ- ભારતને ફાળે 7મોં મેડલ

|

Aug 30, 2021 | 5:18 PM

જેવલીન થ્રોમાં સુમિતને ગોલ્ડ મેડલ મળ્યો છે.

Tokyo Paralympics : સુમિતનું સટીક નિશાન, 68.55 મીટર થ્રો કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ- ભારતને ફાળે 7મોં મેડલ
SUMIT ANTIL

Follow us on

ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics) ગેમ્સમાં ભારત સતત સારું પ્રદર્શન કરી રહ્યું છે. સુમિત અંતિલે જેવલિન થ્રોની F64 કેટેગરીમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજા ગોલ્ડ સહિત ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ આઠમો મેડલ છે. તે પહેલા સોમવારે જ અવની લેખારાએ ટોક્યોમાં શૂટિંગમાં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

સુમિતે અહીં એક નહીં, બે નહીં, પણ ત્રણ વખત પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ ઇવેન્ટમાં, દરેક ખેલાડીને છ પ્રયાસો આપવામાં આવે છે. સુમિતે 66.95 મીટરના અંતરે પ્રથમ થ્રોમાં બરછી ફેંકી હતી.
આ થ્રોથી તેણે 2019 માં દુબઈમાં પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. બીજા થ્રોમાં તેણે 68.08 મીટરના થ્રો સાથે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ત્રીજા અને ચોથા પ્રયાસોના થ્રો વર્લ્ડ રેકોર્ડ કરતા ઓછા હતા. તેણે પાંચમી પ્રયાસમાં 68.55 મીટરના થ્રો સાથે દિવસમાં ત્રીજી વખત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જાણો કોણ છે સુમિત 

સુમિત અંતિલનો જન્મ 7 જૂન 1998 ના રોજ થયો હતો. ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ છે. જ્યારે સુમિત સાત વર્ષનો હતો, ત્યારે તેના પિતા રામકુમાર, જે એરફોર્સમાં પોસ્ટ હતા ત્યારે બીમારીથી મૃત્યુ પામ્યા હતા. પિતાનો પડછાયો ગુમાવ્યા બાદ માતા નિર્મલાએ ચારેય બાળકોની સંભાળ રાખી દરેક દુ: ખ સહન કર્યું હતું.

નિર્મલા દેવીએ જણાવ્યું કે સુમિત જ્યારે 12 માં ધોરણમાં હતો ત્યારે કોમર્સ ટ્યુશન લેતો હતો. 5 જાન્યુઆરી 2015 ની સાંજે  તે ટ્યુશન બાદ  તે બાઇક દ્વારા રોડ પર જઇ રહ્યો હતો ત્યારે એક ટ્રેક્ટરે તેને ટક્કર મારી હતી. તે તેની બાઇક પરથી પડી ગયો હતો અને ટ્રેક્ટર તેના પગ પર  પડયુ હતું. આ કારણે તેનો પગ સંપૂર્ણપણે ભાંગી ગયો હતો અને ડોક્ટરો પણ તેને બચાવી શક્યા ન હતા. કેટલાક મહિનાઓ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ સુમિતને વર્ષ 2016 માં પૂના લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનો પગ કપાઈ ગયો હતો.

નિર્મલા દેવીએ જણાવ્યું કે અકસ્માત છતાં સુમિત ક્યારેય હતાશ થયો નથી. સંબંધીઓ અને મિત્રોથી પ્રેરાઈને સુમિતે રમતગમત પર ધ્યાન આપ્યું અને સાંઈ સેન્ટર પહોંચ્યું. જ્યાં એશિયન સિલ્વર મેડલ વિજેતા કોચ વિરેન્દ્ર ધનખરે સુમિતને માર્ગદર્શન આપ્યું હતું અને દિલ્હી લઈ ગયા હતા.

દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચ નવલ સિંહ પાસેથી બરછી ફેંકવાની યુક્તિઓ અહીં જાણો. સુમિતે વર્ષ 2018 માં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો પરંતુ તે માત્ર 5 મો ક્રમ મેળવી શક્યો હતો. વર્ષ 2019 માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. સુમિતે એ જ વર્ષે યોજાયેલી નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની જાતને સાબિત કરી હતી. સુમિતની બહેન કિરણે કહ્યું કે તેણે સુમિતને સારી રમત માટે શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો : Tokyo Paralympics: CM અશોક ગેહલોતનું એલાન, ગોલ્‍ડ મેડાલીસ્ટને 3 કરોડ, સિલ્વર મેડાલીસ્ટને 2 કરોડ અને બ્રોન્ઝ મેડાલીસ્ટને 1 કરોડ આપશે

આ પણ વાંચો :તાલિબાન સભ્યનો ઈન્ટરવ્યુ લઈને ચર્ચામાં આવનાર મહિલા પત્રકારે છોડયું અફઘાનિસ્તાન, કહ્યું- જો પરિસ્થિતિ સુધરશે તો હું પરત આવીશ

Published On - 4:44 pm, Mon, 30 August 21

Next Article