ન્યૂઝિલેન્ડમાં ભલે સિક્સર ફટકારતો હોય હાર્દિક પંડ્યા પણ ભારતની કોર્ટે કર્યો તેને ક્લીન બોલ્ડ, શા માટે ફરી મુશ્કેલમીમાં થયો વધારો ?

ક્રિકેટ અને એન્ટરમેન્ટનો સંબંધ ઘણો જૂનો છે. તેના કારણે ખેલાડીની મુશ્કેલીઓ પણ વધતી રહે છે. હાલમાં કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની મુશ્કેલીમાં ઘટવાનું નામ નથી લઈ રહ્યું. ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઑપનર કે એલ રાહુલનું ક્રિકેટમાં પુનરાગમન થઈ ગયું હોવા છતાં તેમની મુશ્કેલીઓ ઓછી થઈ […]

ન્યૂઝિલેન્ડમાં ભલે સિક્સર ફટકારતો હોય હાર્દિક પંડ્યા પણ ભારતની કોર્ટે કર્યો તેને ક્લીન બોલ્ડ, શા માટે ફરી મુશ્કેલમીમાં થયો વધારો ?
| Updated on: Feb 06, 2019 | 10:28 AM

ક્રિકેટ અને એન્ટરમેન્ટનો સંબંધ ઘણો જૂનો છે. તેના કારણે ખેલાડીની મુશ્કેલીઓ પણ વધતી રહે છે. હાલમાં કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ના કારણે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની મુશ્કેલીમાં ઘટવાનું નામ નથી લઈ રહ્યું.

ઑલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઑપનર કે એલ રાહુલનું ક્રિકેટમાં પુનરાગમન થઈ ગયું હોવા છતાં તેમની મુશ્કેલીઓ ઓછી થઈ હોય તેવું જણાતું નથી. હવે આ શોમાં મહિલાઓ વિશે વિવાદીત નિવેદનો આપનાર હાર્દિક અને રાહુલની સાથે કરણ જોહર પર જોધપુરની કોર્ટમાં કેસ નોંધાયો છે.

ડિસેમ્બર મહિનામાં ‘ કોફી વિથ કરણ’ના એપિસોડમાં વિવાદીત નિવેદનો આપનાર હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલને BCCIએ સસ્સેન્ડ કર્યા હતા. BCCIમાં લોકપાલ લાગુ ન થયું હોવાથી તેમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં અને કેસ સુપ્રીમ કોર્ટમાં અટવાઈ ગયો હતો. સુપ્રીમ કોર્ટમાં કેસનો વિલંબ થવાના કારણે BCCIએ બંને ખેલાડીઓ પર લાગેલો પ્રતિબંધ હટાવી લીધો હતો.

હવે આ મામલે બે ખેલાડી અને કરણ જોહર સાથે આગળ કેવી પ્રક્રિયા થાય છે તે જોવાનું રહેશે.

[yop_poll id=1137]