Khelo India Youth Games 2021 : ખેલો ઇન્ડિયામાં આ વર્ષે 18 વર્ષ સુધીના ખેલાડીઓને પ્રવેશ, 5 ભારતીય રમતોનો સમાવેશ કરાયો

|

Jun 10, 2021 | 11:12 PM

Khelo India Youth Games 2021 : હરિયાણામાં 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ચોથી સીઝન રમાશે.

Khelo India Youth Games 2021 : ખેલો ઇન્ડિયામાં આ વર્ષે 18 વર્ષ સુધીના ખેલાડીઓને પ્રવેશ, 5 ભારતીય રમતોનો સમાવેશ કરાયો
સાંકેતિક તસ્વીર

Follow us on

Khelo India Youth Games 2021 : હરિયાણામાં 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ચોથી સીઝન રમાશે. કોરોના મહામારીને કારણે હરિયાણામાં યોજાનારી ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021’ નું શિડ્યુલ બદલાઇ ગયું છે. ટૂર્નામેન્ટને હવે ટૂંકાવીને 10 દિવસની કરવામાં આવી છે. યુથ ગેમ્સની ચોથી સીઝન 21 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી ચાલશે.

 

18 વર્ષ સુધીના ખેલાડીઓને પ્રવેશ
Khelo India Youth Games 2021 માં પહેલીવાર 18 વર્ષ સુધીના ખેલાડીઓ પણ ભાગ લેશે. અત્યાર સુધી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં અંડર-17 ના ખેલાડીઓ જોડાતા હતા. કોરોનાને કારણે ગત વર્ષે ગેમ્સ સ્થગિત કરવામાં આવી હતી માટે અ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની અત્યાર સુધીની ત્રણ સિઝનમાં બે કેટેગરી અંડર 17 અને અંડર 21 ના ખેલાડીઓ ભાગ લેતા હતા. આ વર્ષે ચોથી સીઝનમાં 18 વર્ષથી વધુના ખેલાડીઓ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં જોડાશે.

એક દિવસમાં 5 હજાર ખેલાડીઓ ભાગ લેશે
Khelo India Youth Games 2021 હરિયાણાના પંચકુલા, અંબાલા, શાહબાદ સહિત ચંદીગઢ અને દિલ્હીમાં રમાશે. જેમાં દેશભરમાંથી લગભગ 10 હજારથી વધુ ખેલાડીઓ અને અધિકારી જોડાશે. ખેલો ઇન્ડિયાના ડાયરેક્ટર પંકજ નૈનેએ જણાવ્યું કે 10 દિવસ સુધી ચાલનારી આ સીઝનમાં એક દિવસમાં ઓછામાં ઓછા 5 હજાર ખેલાડીઓ અને અધિકારીઓ આવી જઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કારણે આ વખતે દરેક ખેલાડીઓ માટે અલગ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. જો નવેમ્બર સુધી પરિસ્થિતિમાં સુધાર નહીં થાય તો દર્શકો વગર જ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવશે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

5 ભારતીય રમતોનો સમાવેશ
Khelo India Youth Games 2021 માં પાંચ ભારતીય પારંપરિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચમાંથી 4 માર્શલ આર્ટ છે અને એક યોગ છે.

1) થાંગ-તા: થાંગ-તા મણિપુરનું માર્શલ આર્ટ છે. તલવાર, ભાલા, ઢાલના ઉપયોગથી રમવામાં આવતું આ માર્શલ આર્ટ મણીપુર ઉપરાંત જમ્મુ-કાશ્મિર અને છત્તીસગઢમાં પણ રમવામાં આવે છે.

2) કલરિપયટ્ટુ : કેરળમાંથી શરૂ થયેલા આ માર્શલ-આર્ટને વિશ્વની સૌથી જુની માર્શલ-આર્ટ તેકનીક માનવામાં આવે છે.

3) મલખંભ : મલખંભ એ મધ્યપ્રદેશની રાજકીય રમત છે.જેમાં લાકડાના એક ખંભા કે દોરડાની ઉપર કરતબ દેખાડવામાં આવે છે.

4) ગતકા : ગતકા શીખોની પારંપરિક યુદ્ધ કલા છે. પંજાબ સરકારે તેને રમતની માન્યતા આપી છે.

5) યોગાસન: ગત વર્ષે ભારત સરકારે યોગને રમતની માન્યતા આપી છે.

Next Article