IPL-2019: 12મી સિઝનમાં પહેલી વખત જોવા મળશે આ 5 બાબતો, જે ક્રિકેટ રસીકોનો ઉત્સાહ વધારવામાં સહેજ પર કસર છોડશે નહીં

આજથી ક્રિકેટ રસિકોના ઉત્સવ સમાન IPL-2019નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે IPL ની 12મી સિઝન દર્શકો માટે પણ ખાસ બની રહેશે. જેમાં RCB પહેલી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે તો ચેન્નાઇ ચોથી વખત કબ્જો કરવા માટે મેદાન પર ઉતરશે. IPL સિઝન 12ની શરૂઆત ચેન્નાઇ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે થશે. આ લીગને એક દશકથી પણ […]

IPL-2019: 12મી સિઝનમાં પહેલી વખત જોવા મળશે આ 5 બાબતો, જે ક્રિકેટ રસીકોનો ઉત્સાહ વધારવામાં સહેજ પર કસર છોડશે નહીં
| Updated on: Mar 23, 2019 | 10:39 AM

આજથી ક્રિકેટ રસિકોના ઉત્સવ સમાન IPL-2019નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે IPL ની 12મી સિઝન દર્શકો માટે પણ ખાસ બની રહેશે. જેમાં RCB પહેલી વખત ચેમ્પિયન બનવા માટે ઉતરશે તો ચેન્નાઇ ચોથી વખત કબ્જો કરવા માટે મેદાન પર ઉતરશે.

IPL સિઝન 12ની શરૂઆત ચેન્નાઇ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે થશે. આ લીગને એક દશકથી પણ વધુ સમય થઇ ચુક્યો છે પરંતુ તેનો રોમાંચ હજી પણ ઓછો થયો નથી. ધોની અને કોહલીને એકબીજાની સામે જોવા માટેનો રોમાંચ કંઇક અલગ જ હોય છે.

IPLની 12 સિઝનમાં પહેલી વખત એવું બનશે કે જેમાં ઓપનિંગ સેરિમનીનું આયોજન કરવામાં આવ્યું નથી. આ અગાઉ દરેક સિઝનમાં ભારતમાં હોય કે વિદેશમાં હોય તેની ભવ્ય ઓપનિંગ સેરિમનીનું આયોજન કરવામાં આવતું રહ્યું છે. આ વખત પુલવામા શહીદોને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

2019માં લોકસભાની ચૂંટણી અને IPL બંને એક સાથે પહેલી વખત દેશમાં આયોજીત થઇ રહ્યું છે. અગાઉ 2009માં IPLનું આયોજન આફ્રિકામાં કરવામાં આવ્યું હતું તો 2014માં અડધી મેચ વિદેશમાં રમાઇ હતી જે પછી બાકીની મેચનું આયોજન દેશમાં કરવામાં આવ્યું હતું.

દેશમાં ફેબ્રુઆરી માસમાં થયેલા પુલાવામાં આતંકી હુમલાના શહીદોને IPLમાં ચેન્નાઈની ટીમ ખાસ મદદ કરશે. તેઓ મેચની ટિકિટ વેચાણ માંથી મળેલી રકમ પણ શહીદોના પરિવારને પહોંચાડશે.

આ પણ વાંચો : ગૌતમ ગંભીરે આજે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે આ અગાઉ ક્યા ક્રિકેટરોએ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને હાલ તેમની શું છે સ્થિતિ ?

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની અસર આ વખતે IPLના બ્રોડકાસ્ટ પર પણ જોવા મળશે પહેલી વખત IPLની મેચનું પ્રસારણ પાકિસ્તાનમાં ન થશે. જો કે ભારતે પણ પાકિસ્તાન સુપર લીગનું ભારતમાં પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:39 am, Sat, 23 March 19