વિક્રમ સંવત 2080 કેવું રહેશે તમારા માટે, જાણો સંપૂર્ણ વાર્ષિક રાશિફળ

વિક્રમ સંવત 2080 ગોચરના આધારે જાણિતા જ્યોતિષ ચેતન પટેલ દ્વારા અહિં વાર્ષિક ફળકથન રજુ કરવામાં આવ્યું છે. આવો જાણીએ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે, આ વર્ષે કેટલો લાભ થશે? વિદ્યાર્થી અને સ્ત્રી વર્ગ માટે કેવું રહેશે આખું વર્ષે જાણો...

વિક્રમ સંવત 2080 કેવું રહેશે તમારા માટે, જાણો સંપૂર્ણ વાર્ષિક રાશિફળ
Annual horoscope
| Updated on: Nov 16, 2023 | 12:17 PM

નૂતન વર્ષ શરૂ થઈ ગયું છે, નવા વર્ષની શરૂઆત કેવી રહેશે અને સમગ્ર વર્ષ કેવું રહેશે તેના વિશે દરેકના મનમાં અસમંજસ હોય તે સ્વાભાવીક છે, વિક્રમ સંવત 2080 ગોચરના આધારે જાણિતા જ્યોતિષ ચેતન પટેલ દ્વારા અહિં વાર્ષિક ફળકથન રજુ કરવામાં આવ્યું છે. આવો જાણીએ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે, આ વર્ષે કેટલો લાભ થશે? વિદ્યાર્થી અને સ્ત્રી વર્ગ માટે કેવું રહેશે આખું વર્ષે જાણો…

મેષ રાશિ

આ વર્ષેની શરૂઆતમાં ગુરુ માં ભાવમાં અને શનિ 11 માં ભાવમાં પસાર થઈ રહ્યા છે તેથી આ વર્ષે વેપાર ધંધા નોકરી માં ધનલાભ થાય આ વર્ષે આકસ્મિક મોટા ઘરના યોગ પણ બને છે રોકાણ કર્યા હોય તેમાં પણ ખૂબ લાભ થાય પરંતુ કોઈ નાનો મોટો ભય રહ્યા કરે સ્ત્રી ઓ માટે ઉતમ સમય અને વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય મહેનત પ્રમાણે ધાર્યું ઉત્તમ પરિણામ મળે મે 2024 થી શરૂ થાય વર્ષ ના અંત માં વધુ મોટા લાભ મળે.

વૃષભ રાશિ

વર્ષની શરૂઆતમાં ગુરુ 12 માં ભાવમાં અને શનિ 10 માં ભાવમાં ભ્રમણ કરશે જેથી નોકરી ધંધામાં ખટપટો રહ્યા કરે મન માં અશાંતિ રહે ક્લેશ કોર્ટ કચેરી થી બચવું સ્ત્રી વર્ગ એ ખર્ચ પર કાબૂ રાખવો આર્થિક તંગી ઊભી થાય વિદ્યાર્થી ઓ એ વધુ મહેનત કરવી જરૂરી મે 2024 બાદ ગુરુ બદલાતા સમય સુધરી જાય નોકરી ધંધામાં સ્થાન લાભ અને ધન લાભ થાય વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય શરૂ થાય

મિથુન રાશિ

વર્ષની શરૂઆતમાં ગુરુ 11 માં ભાવમાં  અને શનિ 9 માં ભાવમાં ભ્રમણ કરશે,વર્ષની શરૂઆતથી વેપાર ધંધા અને નોકરીમાં નવી તક મળે આર્થિક લાભ થાય સ્ત્રી ઓ ને પણ મોજ શોખના સાધનો મળે સમાજમાં નામ થાય વિદેશ યોગ બને લગ્નના યોગ ઊભા થાય વિદ્યાર્થીઓને ધાર્યા પરિણામ મળે ખર્ચ પર કાબુ રાખવો અન્યથા વર્ષની આખરમાં આર્થિક તંગી રહે મે 2024 બાદ લડાઈ ઝઘડા થી બચવું આકસ્મિત તકલીફ કે સમસ્યા ઊભી થાય

કર્ક રાશિ

વર્ષની શરૂઆતમાં ગુરુ 10 માં ભાવમાં અને શનિ 8 માં ભ્રમણ કરશે નાની પનોતી રૂપાના પાયે છે જેથી નાની મોટી શારીરિક માનસિક પીડા બેચેની રહ્યા કરે ધંધા નોકરીમાં પણ ઉતાર ચડાવ રહે આવક ઘટે નોકરી કે વ્યવસાયમાં બદલાવ આવે સ્ત્રી વર્ગ ને પણ ચિંતા મુશ્કેલી કે આર્થિક તકલીફ રહે નાની મોટી શારીરિક સમસ્યા રહે વિદ્યાર્થી મિત્રોને મહેનતના પ્રમાણમાં ફળ ના મળે મે 2024 થી ગુરુ બદલાતા તમામ માટે ફરી નવી તકો ઊભી થાય સુખ સફળતાના દિવસો શરૂ થાય આર્થિક લાભ થાય શારીરિક સમસ્યાઓ ઘટતી જાય

સિંહ રાશિ

વર્ષની શરૂઆતમાં ગુરુ 9 માં અને શનિ 7 માં ભ્રમણ કરશે સુખ અને સફળતાનું વર્ષ રહે મનની ઈચ્છાઓ પૂરી થાય મોટા ધન પ્રાપ્તિ ના યોગ બને લગ્ન ઈચ્છુક ના લગ્ન કે સગપણ ના યોગ બને સ્ત્રી વર્ગ માટે ઉતમ સમય પરંતુ ઘણી વાર ખોટા યાત્રા પ્રવાસ થાય વિદ્યાર્થી વર્ગ માટે મહેનત સફળતાનું વર્ષ રહે વર્ષ ના અંત માં ખર્ચ પર કાબૂ રાખવો બહુ મોટા કાર્યો કે નોકરીમાં ફેર બદલથી બચવું .

કન્યા રાશિ

નવા વર્ષની શરૂઆતથી જ ગુરુ 8 માં ભાવમાં ભ્રમણ કરશે અને શનિ 6 ભાવમાં ભ્રમણ કરશે જે કાર્યમાં યસ નામ પ્રતિષ્ઠા અને વિજય અપાવશે નોકરી ધંધામાં પ્રગતિ કરાવશે સ્ત્રીઓ માટે પણ વર્ષ એકંદરે લાભદાયી રહેશે વિદ્યાર્થીઓ માટે મહેનત અનુસાર ધાર્યુ પરિણામ મળશે મે 2024 બાદ ગુરુ બદલાતા સુખ અને સફળતા વધશે એકંદરે વર્ષ પ્રગતિ કારક અને ધન આપનાર રહેશે

તુલા રાશિ

વર્ષ ની શરૂઆત માં ગુરુ તમારી રાશિ થી 7 માં અને શનિ 5 માં ભાવમાં ભ્રમણ કરશે નોકરી ધંધા અને વ્યવસાયમાં કાર્ય સિદ્ધિના યોગ બને ધન અને સુખમાં વૃદ્ધિ થાય સ્ત્રીઓ માટે વર્ષ ઉત્તમ દાંપત્ય જીવનમાં સુખાકારી રહે લગ્ન ઈચ્છુ કોના લગ્ન થાય વિદ્યાર્થી વર્ગને પણ કાર્ય સિદ્ધિ અને સન્માન મળે ધાર્યું પરિણામ મળે વર્ષના અંતમાં ખર્ચમાં સાવધાની રાખવી નાની મોટા આકસ્મિક ખર્ચને કારણે પૈસાની ખેંચ ઊભી થાય વાદવિવાદથી બચવું વર્ષ ના અંત માં માનસિક ચિંતા અને બેચેની રહ્યા કરે .

વૃશ્ચિક રાશિ

વર્ષના પ્રારંભે ગુરુ 6 ભાવમાં અને શનિ 4 ભાવમાં પસાર થશે જેથી નાની પનોતી સોનાના પાયે છે જે આર્થિક શારીરિક સમસ્યા અને વેપાર ધંધા નોકરીમાં તકલીફો સૂચવે છે જેથી આ વર્ષે નિયમિત કાર્યમાં રત રહેવું મોટા સાહસ થી બચવું આકસ્મિક નુકશાન થઈ શકે શારીરિક પણ નાની મોટી સમસ્યા રહ્યા કરે સ્ત્રી ઓ એ સ્વાસ્થ્યની કાળજી રાખવી માનસિક ચિંતા બેચેની રહ્યા કરે ખર્ચ પર કાબુ રાખવો લડાઈ ઝઘડા ઘર્ષણથી દૂર રહેવું આવકના પ્રમાણમાં સમજી અને ખર્ચ કરવો વિદ્યાર્થીઓએ મહેનત ઉપર વધુ ધ્યાન આપવું અન્યથા રિઝલ્ટ બગડી શકે છે મે મહિના બાદ થી સમય સુધરી જાય આવક વધવા લાગે નોકરી ધંધા માં અડચણો દૂર થાય .

ધન રાશિ

વર્ષ ની શરૂઆત માં ગુરુ 5 માં ભાવમાં અને શનિ 3 ભાવમાં પસાર થશે જેથી સુખ સફળતા અને કાર્ય સિદ્ધિનું વર્ષ રહેશે વેપાર ધંધા નોકરીમાં ધારી સફળતા અને આર્થિક લાભ મળે. સ્ત્રી વર્ગ ને પણ ખુશાલી અને સફળતા આપનારું વર્ષ વિદ્યાર્થી ઓ ને પણ દરેક પ્રકારે શુભ વર્ષ નાના મોટા પ્રવાસ થાય સુખ સુવિધાના સાધનો વધે વર્ષના અંતમાં બચત પર ધ્યાન આપવું અન્યથા ખોટા ખર્ચમાં ધન વપરાઈ જાય .

મકર રાશિ

વર્ષની શરૂઆત થી ગુરુ 4 ભાવમાં અને શનિ 2 ભાવમાંં ભ્રમણ કરશે મોટી પનોતી છે માનસિક ચિંતા બેચેની રહે પણ ગુરુ શુભ બનતા ધન લાભના યોગ શરૂ થશે નોકરી ધંધા માં મોટી પ્રગતિ થાય પૈસા નું આયોજન યોગ્ય રીતે કરવું ધિરાણ સમજીને કરવું પૈસા ફસાઈ જવાની શક્યતા છે સ્ત્રીઓ માટે વર્ષ સુખ સંપત્તિ વાળું વર્ષ રહે લગ્ન કે માંગલિક પ્રસંગો આવે વિદ્યાર્થી માટે વર્ષ સફળતા વાળું રહે, મે 2024 બાદ અભ્યાસ માં વધુ સુધારો આવે આ વર્ષ જમીન મકાન થી લાભ થાય કે નવું લેવાય નાની મોટી આર્થિક ચિંતા રહ્યા કરે પરંતુ તે માનસિક હોય એકંદરે વર્ષ શુભ રહે .

કુંભ રાશિ

વર્ષની શરૂઆતથી ગુરુ 3 ભાવમાં અને શનિ 1 ભાવમાં ભ્રમણ કરશે જે થી મોટી સાડાસાતી પનોતી તાબાના પાયે રહેશે માનસિક ચિંતા બેચેની રહે , જેથી વેપાર ધંધા અને નોકરીમાં સંભાળી ને કાર્ય કરવું નાની મોટી નુકશાની થઈ શકે તબિયતની કાળજી રાખવી સ્ત્રી વર્ગે ખોટા ખર્ચ અને વાદ વિવાદ થી બચવું કોર્ટ કચેરી થી દુર રહેવું વિદ્યાર્થી ઓ એ પણ આળશ ત્યાગી ખૂબ મહેનત કરવી એપ્રિલ મહિના સુધી વધુ મહેનત ત્યારબાદ સરળતાથી અભ્યાસમાં ધાર્યું પરિણામ આવે મે 2024 બાદ ધન લાભ ના યોગ બને અને વર્ષ ના અંત સુધી માં સારો ધન લાભ કરાવે સારી તકો મળે .

મીન રાશિ

નવા વર્ષની શરૂઆત થી ગુરુ 2જે અને શનિ 12 મે ભ્રમણ કરશે જેથી મોટી પનોતી તાંબાના પાયે રહેશે જે આર્થિક લાભ કરાવશે પરંતુ માનસિક ચિંતા બેચેની જરૂર આપશે ,નોકરી ધંધા માં મોટા ધન લાભ ના યોગ બને સારી તક મળે મોજ શોખ અને વૈભવ નો ખર્ચ થાય સ્ત્રી વર્ગ માટે પણ લાભ દાયી વર્ષ રહે વિદ્યાર્થી વર્ગ માટે મહેનત ના પ્રમાણ માં સારું પરિણામ મળે મે 2024 બાદ આયોજન કરી અને ખર્ચ કરવો જેથી વર્ષના અંતમાં આર્થિક તકલીફ ન પડે એકંદરે વર્ષ શુભ રહે.

-જ્યોતિષી ચેતન પટેલ

Published On - 11:54 am, Thu, 16 November 23