ચૂંટણીમાં મનપસંદ પાર્ટીને જીતાડવા આ વ્યક્તિએ 1 કિલોમીટર સુધી ખેંચી Alto 800, જુઓ વાયરલ વિડીયો

|

Mar 26, 2021 | 11:00 AM

આગામી ચૂંટણીમાં એક પાર્ટીના પ્રચાર માટે સમર્થકે મારૂતિ સુઝુકી અલ્ટોને ખેંચી હતી. નેતા અને મતદારને પરાક્રમ બતાવવા માટે આ ગાડીને ખેચીને તેને પાર્ટી સાથે સાથે યોગનો પણ પ્રચાર કર્યો હતો.

દેશમાં જવી ચૂંટણી નજીક આવે છે, તમામ રાજકીય પક્ષો લોકોને મત માટે આકર્ષવા અનોખા અભિયાન ચલાવે છે. આગામી ચૂંટણીને લઈને પણ આવો જ એક વિડીયો સામે આવ્યો છે. અને આ વિડીયો આજકાલ ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ચર્ચા ઉપજાવી રહ્યો છે. જેમાં એક પક્ષના સમર્થકો તેમના નેતાનો પ્રચાર કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. એક વીડિયોમાં એક સમર્થક શખ્સ મારૂતિ સુઝુકી અલ્ટોને ખેંચી રહ્યો છે અને નેતા અને મતદારને પરાક્રમ બતાવવા માટે આ ગાડીને ખેચીને ચાલી રહ્યો છે.

તમિલનાડુના એક યોગ ટ્રેનરે આ આનોખું પરાક્રમ કરી બતાવ્યું છે. તેને ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)ના ઉમેદવાર અને રાજ્યમંત્રી વેલુમનીના પ્રચાર માટે આ કામ કર્યું છે. તેને કોઈમ્બતુરના આરએસ પુરમ ખાતે મારુતિ સુઝુકી અલ્ટો 800 ખેંચી હતી. જો કે યોગ ટ્રેનરનું કહેવું છે કે તેણે આ કાર્ય ફક્ત AIADMKના ઉમેદવાર માટે જ નહીં પરંતુ યોગ અને તેના સ્વાસ્થ્ય લાભ વિશે જાગૃતિ લાવવા માટે પણ કર્યું છે.

તમને જણાવી દઇએ કે દક્ષિણ રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે તૈયાર છે. જેમાં ઘણા ઉમેદવારો મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અનન્ય પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જેમાં યોગ ટ્રેનર છત્રપતિ દ્વારા કરવામાં આવેલ આ સ્ટંટ ઘણો ચર્ચામાં છે. કદાચ આ ઘટના ચૂંટણી પર અસર કરી શકે કમ છે. ટ્રેનરનો દાવો છે કે તેણે તેની કમર સાથે બંધાયેલ સાંકળ વડે હેચબેક લગભગ 800 મીટર સુધી ખેંચ્યું હતું. મારુતિ સુઝુકી અલ્ટો 800 એ ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીની સૌથી નાની કાર છે અને તેનું વજન 755 કિલો છે.

 

 

યોગ પ્રશિક્ષકના જણાવ્યા અનુસાર, કોઈમ્બતુરમાં લોકો ભાગ્યે જ યોગ કરતા હોય છે. આ કારણોસર તેણે આવો સ્ટંટ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેનું કહેવું છે કે “લોકોને યોગ પ્રત્યે કોઈ ઉત્સાહ નથી, હું તેમને યોગથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃત કરવા માંગતો હતો. મારો અભિપ્રાય છે કે બાળકો અને વૃદ્ધોએ યોગની પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ.”

 

આ પણ વાંચો: મનીષ સિસોદિયાનું મોટું નિવેદન: અરવિંદ કેજરીવાલ હોઈ શકે છે પ્રધાનમંત્રી મોદીનો વિકલ્પ

આ પણ વાંચો: Corona Bomb: કોરોનાની બીજી લહેર પ્રથમ કરતા વધુ વિકરાળ! એક અઠવાડિયામાં 66% કેસ વધ્યા

Published On - 10:56 am, Fri, 26 March 21

Next Video