ખૂબ વરસી મમતા, રાજ્યમાં CBIના પગલાં સામે ધરણા પર બેઠી મુખ્યમંત્રી મમતા બેનર્જી

|

Feb 03, 2019 | 3:57 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં મમતા બેનર્જીએ કહ્યું ‘ મોદી CBI પર આવી કાર્યવાહી કરવા દબાણ કરે છે.’ પીએમ મોદી અને અમિત શાહ પર બંગાળમાં સત્તાપલટાનો આરોપ લગાવીને કહ્યું મોદીથી હવે આખો દેશ પરેશાન થઈ ચૂક્યો છે. હવે મોદીની એક્સપાયરી ડેટ નજીક આવી ગયી છે. મમતા બેનર્જીએ બીજેપીને ચોર પાર્ટી ગણાવી હતી. #BJP is […]

ખૂબ વરસી મમતા, રાજ્યમાં CBIના પગલાં સામે ધરણા પર બેઠી મુખ્યમંત્રી મમતા બેનર્જી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં મમતા બેનર્જીએ કહ્યું ‘ મોદી CBI પર આવી કાર્યવાહી કરવા દબાણ કરે છે.’ પીએમ મોદી અને અમિત શાહ પર બંગાળમાં સત્તાપલટાનો આરોપ લગાવીને કહ્યું મોદીથી હવે આખો દેશ પરેશાન થઈ ચૂક્યો છે. હવે મોદીની એક્સપાયરી ડેટ નજીક આવી ગયી છે. મમતા બેનર્જીએ બીજેપીને ચોર પાર્ટી ગણાવી હતી.

વધુમાં કહ્યું કે આ લોકો જાણીજોઈને બંગાળને બરબાદ કરવા માટે લાગ્યા છે કારણ કે મેં તેમની રેલીની મંજૂરી ન આપી. તેઓ અમને ધમકાવી પણ રહ્યાં છે. મમતા બેનર્જીએ સંવિધાનને બચાવવાની વાત કરીને રવિવારે ધરણાં પર બેસવાનું એલાન કરી દીધું છે. મેટ્રો ચેનલની પાસે મમતાએ ધરણાં પર બેઠી. તેમણે કહ્યું કે આજે પરિસ્થિતિ ઈમરજન્સીથી પણ વધારે એટલે કે સુપર ઈમરજન્સી જેવી બની ગયી છે.

મમતા બેનર્જીએ સીબીઆઈ મામલે કહ્યું કે મને ગર્વે છે કે ફોર્સને સુરક્ષા આપવાની જવાબદારી અમારી હતી. નોટીસ વિના તમે કોલકત્તા પોલીસ કમિશનરના ઘરે આવ્યાં. જો અમે ઈચ્છતાં તો સીબીઆઈના ઓફિસરોની ધરપકડ કરી લીધી હોત પણ અમે તેને છોડી દીધા. હાલમાં રાજ્યમાં CRPF ની ટીમને CBI ઓફિસની બહાર તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : પ.બંગાળમાં રાજકીય ઘમાસાણ : મમતા VS મોદી પછી હવે CBI vs પોલીસ, CBI ઓફિસરોની જ કરવામાં આવી અટકાયત 

નોંધનીય વાત એ છેકે આ કેસમાં કેટલાક દસ્તાવેજો અને ફાઇલો ગાયબ થવા અંગે એજન્સી દ્વારા પૂછપરછ કરવાની અંગેની નોટિસ પણ તેમને મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે એજન્સી દ્વારા આપવામાં આવેલી નોટિસોનો જવાબ આપ્યો નહોતો

[yop_poll id=”1048″]

Next Article