પ.બંગાળમાં રાજકીય ઘમાસાણ : મમતા VS મોદી પછી હવે CBI vs પોલીસ, CBI ઓફિસરોની જ કરવામાં આવી અટકાયત

|

Feb 03, 2019 | 2:45 PM

પશ્વિમ બંગાળમાં રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ત્યારે શારદા ચીટ ફંડ કૌભાંડ કેસ મામલે કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછતાછ કરવા માટે CBIની ટીમ રવિવાર સાંજે કોલકતા તેમના નિવાસ્થાને પહોંચી હતી. ત્યારે નવો જ વળાંક આવ્યો કોલકાતા પોલીસ દ્વારા CBIના ઓફિસરોની જ અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા થોડાં સમયથી ચીટ ફંડ કૌભાંડના કેસ મામલે પૂછતાછ […]

પ.બંગાળમાં રાજકીય ઘમાસાણ : મમતા VS મોદી પછી હવે CBI vs પોલીસ, CBI ઓફિસરોની જ કરવામાં આવી અટકાયત

Follow us on

પશ્વિમ બંગાળમાં રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ત્યારે શારદા ચીટ ફંડ કૌભાંડ કેસ મામલે કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછતાછ કરવા માટે CBIની ટીમ રવિવાર સાંજે કોલકતા તેમના નિવાસ્થાને પહોંચી હતી. ત્યારે નવો જ વળાંક આવ્યો કોલકાતા પોલીસ દ્વારા CBIના ઓફિસરોની જ અટકાયત કરવામાં આવી હતી.

છેલ્લા થોડાં સમયથી ચીટ ફંડ કૌભાંડના કેસ મામલે પૂછતાછ કરવા માટે અને રોઝ વેલી અને શારદા પોન્ઝી કૌભાંડના કેસમાં તેમની સંડોવણીને લઇને CBIની ટીમ કમિશનર રાજીવ કુમારની શોધખોળ કરી રહી હતી. રાજીવ કુમાર કૌભાંડોની તપાસ કરી રહેલી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની આગેવાની સંભાળી રહ્યા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

નોંધનીય વાત એ છેકે આ કેસમાં કેટલાક દસ્તાવેજો અને ફાઇલો ગાયબ થવા અંગે એજન્સી દ્વારા પૂછપરછ કરવાની અંગેની નોટિસ પણ તેમને મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે એજન્સી દ્વારા આપવામાં આવેલી નોટિસોનો જવાબ આપ્યો નહોતો.

આ તરફ મુખ્યમંત્રી મમતાએ ટ્વીટ કર્યું કે, ભાજપ નેતૃત્વ શીર્ષ સ્તર રાજનૈતિક બદલાની ભાવના પર કામ કરી રહ્યું છે. ન માત્ર રાજનૈતિક દળ તેમના નિશાના પર છે પરંતુ પોલીસને નિયંત્રણમાં લેવા અને સંસ્થાઓને બર્બાદ કરવા માટે તે સત્તાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. અમે તેમીન નીંદા કરીએ છીએ.

કોલકાતા ટીમ પાર્ક સ્ટ્રૉક પર પ્રોટોકોલ મુજબ પરવાનગી લેવા ગઇ છે અને અન્ય CBI ટીમ શેક્સપિયર પોલીસ સ્ટેશનમાં છે. સિંઘના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડની તપાસ શરૂ થઈ હતી.

રાજીવ કુમાર 1989 બેંચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી છે. ગત અઠવાડીયે તે નિર્વાચન આયોગના અધિકારી સાથે બેઠકમાં પણ સામેલ નહોતા થયા.

Published On - 2:45 pm, Sun, 3 February 19

Next Article