Violence in Bengal : TMC સમર્થકોના હુમલાથી રાજ્ય છોડવા મજબુર બન્યા BJP કાર્યકરો

|

May 04, 2021 | 2:33 PM

Violence in Bengal : ભાજપના કાર્યકર ગણેશ ઘોષે જીવ બચાવવા પરિવાર સહિત રાજ્યમાંથી ભાગવુ પડ્યું હતું.

Violence in Bengal : TMC સમર્થકોના હુમલાથી રાજ્ય છોડવા મજબુર બન્યા BJP કાર્યકરો
Violence in Bengal

Follow us on

Violence in Bengal : પશ્ચિમ બંગાળમાં TMC ની જીત સાથે ભાજપના સમર્થકો પર સતત હુમલાઓ થઈ રહ્યો છે. ભાજપના સમર્થકોનો આરોપ છે કે TMCના ગુંડાઓ તેમના પર સતત હુમલાઓ કરી રહ્યા છે. તેમના મકાનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને આગ લગાડવામાં આવી રહી છે. હવે સ્થિતિ એવી છે કે ભાજપના કાર્યકરોને પરિવાર સહિત રાજ્ય છોડવાની ફરજ પડી રહી છે.

બંગાળના પરિણામો બાદ હિંસાની શરૂઆત થઈ
2જી મે રવિવારે ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદપશ્ચિમ બંગાળનાં જુદા જુદા વિસ્તારોમાં હિંસા (Violence in Bengal)ના સમાચાર મળી રહ્યા છે. રવિવારે બંગાળના દુર્ગાપુરમાં ભાજપ કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી. દુર્ગાપુર પશ્ચિમના ભાજપના વિજેતા ઉમેદવાર લખને આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકરો આખી રાત બાઇક પર ફરતા હતા અને ભાજપના કાર્યકરોને નુકસાન પહોંચાડતા હતા.

રવિવારે જ હુગલીના અરમબાગમાં હિંસા જોવા મળી હતી. અહીં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ભાજપના કાર્યકરોના ઘરો, દુકાનો ઉપર હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ લૂંટ અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપનો આક્ષેપ છે કે તેમના કાર્યકરોની બે મોબાઇલ શોપ, કપડાની દુકાન નષ્ટ કરવામાં આવી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પરિવાર સહીત રાજ્ય છોડવાની ફરજ પડી
પશ્ચિમ બંગાળમાં હવે સ્થિતિ એવી છે કે ભાજપના કાર્યકરોને પરિવાર સહિત રાજ્ય છોડવાની ફરજ પડી રહી છે. આવું જ કંઈક ભાજપના કાર્યકર ગણેશ ઘોષ સાથે થયું હતું. વિશ્વ ભારતી શાંતિનિકેતનથી પાંચેક મિનિટ દૂર ખોઇ હાટમાં તેમના શકુંતલા ગામ રિસોર્ટ પર ટીએમસી સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર ગણેશ ઘોષે જીવ બચાવવા પરિવાર સહિત રાજ્યમાંથી ભાગવુ પડ્યું હતું.

ભાજપે હિંસાના અમુક વિડીયો શેર કર્યો
BJP એ પાર્ટી ઓફિસમાં આગ ચાપ્યાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં વાંસની લાકડાઓ અને છત સળગતા જોવા મળે છે અને ગભરાયેલા લોકો ચીસો પાડીને ભાગતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દુકાનમાંથી કપડા લૂંટીને નાસી ગયેલા લોકોના ફોટા અને ફુટેજ વાયરલ થઈ રહ્યા છે. ભાજપ આ માટે તૃણમૂલને દોષી ઠેરવી રહ્યું છે. ભાજપે પત્રકારો સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં નંદીગ્રામમાં કેટલાક શખ્સો BJP પાર્ટી ઓફિસમાં તોડફોડ કરતા દેખાઈ રહ્યાં છે.

Next Article