આરોગ્ય મંત્રીનું નિવેદન: હિમાચલમાં BJPની ચૂંટણી સભાઓને કારણે નહીં પરંતુ લોકોના કારણે ફેલાઈ રહ્યો છે કોરોના

|

Apr 07, 2021 | 4:36 PM

છેલ્લા કેટલાક સમયથી દેશના અનેક રાજ્યોમાં નાની મોટી ચૂંટણીઓ યોજાઈ રહી છે. તો બીજી તરફ કોરોના બોમ્બની માફક ફાટ્યો છે. એવામાં હિમાચલ પ્રદેશના ભાજપના નેતા અને આરોગ્ય મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું છે.

આરોગ્ય મંત્રીનું નિવેદન: હિમાચલમાં BJPની ચૂંટણી સભાઓને કારણે નહીં પરંતુ લોકોના કારણે ફેલાઈ રહ્યો છે કોરોના
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે હિમાચલ પ્રદેશના આરોગ્ય પ્રધાન ડો.રાજીવ સહજલે મોટું અને વિવાદિત નિવેદન આપ્યું છે. મંત્રી કહે છે કે લોકોની ઢીના કારણે કોરોના ફેલાઇ રહ્યો છે. ભાજપ આરોગ્યમંત્રીએ રાજધાની શિમલામાં મંગળવારે બપોરે પત્રકારો સાથે વાતચીત કરતાં આ વાત કરી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર દરમિયાન ભીડ, કોવિડ નિયમોના ઉલ્લંઘનના સવાલ પર સહજલે કહ્યું હતું કે ભાજપની ચૂંટણી સભાઓમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું, કોઈએ માસ્ક કાઢ્યા ન હતા. તેમણે એમ પણ કહ્યું કે મારા ખિસ્સામાં હંમેશાં સેનિટાઇઝર રહે છે. એક તરફ આવું નિવેદન આપ્યું તો બીજી તરફ એમ પણ કહ્યું કે મોટા કાર્યક્રમોમાં ઘણીવાર નાની નાની ચૂક થઇ જતી હોય છે.

ભાજપ નેતા અને આરોગ્યમંત્રીના આ નિવેદન બાદ, આ મુદ્દે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુલદીપસિંહ રાઠોડે કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી જાહેર સભા કરી શકે છે ત્યારે વિરોધી પક્ષો કેમ નહીં?

એક્ટીવ કેસોમાં ઘણો વધારો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કોરોનાના વધતા જતા કેસો પર તેમણે કહ્યું કે કેસો ઝડપથી વધી રહ્યા છે. હવે તે જરૂરી છે કે દરેક વ્યક્તિએ કોવિડના નિયમોનું પાલન કરવું. અને સાવધાની રાખે. નહીં તો છેલ્લા વર્ષની જેમ પરિસ્થિતિ ફરીથી આવીને ઉભી રહેશે. તેમણે કહ્યું કે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 3800 ને વટાવી ગઈ છે.

સોલનમાં મળી આવેલા યુરોપના કોરોનાના સ્ટ્રેનને અંગે આરોગ્ય પ્રધાને કહ્યું કે ચિંતા ચોક્કસપણે વધી છે, પરંતુ ચિંતા કરવાની વધારે જરૂર નથી. તમામ જિલ્લાના ડીસીને સીએમઓએ યોગ્ય પગલા લેવા ઓર્ડર આપ્યા છે. સક્રિય કેસ શોધવાની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે, પરીક્ષણ પણ વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, જિલ્લા એક્શન પ્લાનમાં તમામ પગલાં શામેલ છે.

સરકારને લગાવી રોક

તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ રાજ્ય સચિવાલયમાં સીએમની અધ્યક્ષતામાં આરોગ્ય પ્રધાન અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠક કરી હતી. વહીવટ દ્વારા લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુ લોકોની સંડોવણી બંધ કરી દેવામાં આવી છે. ઇન્ડોરમાં ફક્ત 50 લોકોને લગ્નમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે 200 લોકો ઓપન લગ્નમાં ભાગ લઈ શકશે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સુવર્ણ રથયાત્રા પણ મુલતવી રાખવામાં આવી છે. આ નિયમો આગળના ઓર્ડર સુધી લાગુ રહેશે. સીએમ જયરામ ઠાકુરે આરોગ્ય વિભાગ સાથેની બેઠકમાં આ નિર્ણયો લીધા હતા.

જગજાહેર છે કે દેશના ગુજરાત સહીત અનેક રાજ્યોમાં ચૂંટણીના મોટા મેળાવડા ભેગા કરવામાં આવ્યા હતા. અને સામાન્ય જનતામાં પણ ચૂંટણી અને રાજકીય કાર્યક્રમોમાં ભેગી કરવામાં આવતી ભીડને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના માથું ઊંચું કરીને બેસ્યો છે. ગુજરાતે તાજેતરમાં ચૂંટણીના રંગરૂપ અને મેચમાં ભારે મહેરામણ જોયો હતો. અને હવે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. આવી પરિસ્થતિમાં હિમાચલ પ્રદેશના ભાજપના નેતાનું આ નિવેદન ખુબ વિવાદિત છે.

Next Article