“મોદીજી હમારે બચ્ચો કી વેક્સિન વિદેશ ક્યોં ભેજ દી”, રસીકરણ પર બેવડા વલણથી Shashi Tharoor થયા ટ્રોલ

એક યુઝર્સે કહ્યું કે શશી થરૂરે પોતાના જુના ટ્વીટ ડીલીટ કરવા જોઈએ જેમાં તેમણે વેક્સિનના એક્સપોર્ટનો વિરોધ કર્યો હતો.

મોદીજી હમારે બચ્ચો કી વેક્સિન વિદેશ ક્યોં ભેજ દી, રસીકરણ પર બેવડા વલણથી Shashi Tharoor થયા ટ્રોલ
FILE PHOTO
| Updated on: Jun 02, 2021 | 12:11 AM

દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે કરોના સામે રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. દેશમાં હાલ 22 કરોડથી વધુ લોકોની રસીકરણ થઇ ચુક્યું છે. રસીકરણ (vaccination) અંગેની કેટલીક ખામીઓ અંગે રાજકારણ કરવામાં અને આ તક પણ ઝડપીને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરવાનું કોંગ્રેસ ચુકી નથી. પણ રસીકરણ અંગે બેવડું વલણ (double standard) રાખવાથી હવે કોંગ્રેસ(Congress) ના નેતાઓ જ ટ્રોલ થઇ રહ્યાં છે. કોંગ્રેસ નેતા શશી થરૂર (Shashi Tharoor) સાથે પણ આવું જ થયું છે.

વેક્સિનના એક્સપોર્ટ શશી થરૂરનું બેવડું વલણ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પક્ષના કેટલાંક વરિષ્ઠ નેતાઓએ અન્ય દેશોને રસી મોકલવા માટે કેન્દ્રની મોદી સરકારને કેટલાક સવાલ કર્યા છે. આમાંથી કોંગ્રેસે “મોદીજી હમારે બચ્ચો કી વેક્સિન વિદેશ કયો ભેજ દી” પ્રશ્ન સાથે અભિયાન પણ ઉપાડ્યું હતું. પણ હવે અન્ય દેશોને રસી મોકલવા અંગે કોંગ્રેસના જ નેતા શશી થરૂર (Shashi Tharoor) નું બેવડું વલણ સામે આવી ગયું છે. શશી થરૂરે કહ્યું કે અન્ય દેશોને વેક્સિન ન મોકલવાથી ભારતની ‘વિશ્વગુરૂ’ તરીકેની ઈમેજ બગડી જશે. જો કે અન્ય દેશોને વેક્સિન ન મોકલવા અંગે શશી થરૂર પોતે કેન્દ્ર સરકારનો વિરોધ કરી ચુક્યા છે.

શું કહ્યું હતું શશી થરૂરે ?
WHO એ એક નિવેદનમાં કહ્યું કે ભારત સરકારના અન્ય દેશોને રસી ન મોકલવાના નિર્ણયને કારણે વિશ્વના 91 જેટલા દેશોને અસર થશે. WHOના આ નિવેદનને આધાર બનાવીને કોંગ્રેસના નેતા શશી થરૂર (Shashi Tharoor)એ એક TWEET માં લખ્યું કે ભારત સરકારના આ નિર્ણયથી ભારતની ‘વિશ્વગુરૂ’ તરીકેની ઈમેજ બગડી જશે.

સોશિયલ મીડિયા પર શશી થરૂર થયા ટ્રોલ
WHOના નિવેદનને આધાર બનાવીને ભારત સરકારના અન્ય દેશોને રસી ન મોકલવાના નિર્ણયનો વિરોધ કરનાર કોંગ્રેસના નેતા શશી થરૂર (Shashi Tharoor) સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગયા. સોશિયલ મીડિયા પર યુઝર્સે શશી થરૂરને કોંગ્રેસનું વિરોધ અભિયાન, કે જેમાં “મોદીજી હમારે બચ્ચો કી વેક્સિન વિદેશ ક્યોં ભેજ દી” પ્રશ્ન કરીને મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા એ યાદ દેવડાવ્યું.

રસીકરણ પર બેવડા વલણને કારણે સોશિયલ મીડિયા પર શશી થરૂરને ઘણા યુઝર્સે ટ્રોલ કર્યા. એક યુઝર્સે કહ્યું કોંગ્રેસે આના પર પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું જોઈએ. બીજા યુઝર્સે કહ્યું કે દેશમાં રસીની આટલી અછત છે તો વિદેશ શું કામ મોકલાવી જોઈએ. અન્ય એક યુઝર્સે કહ્યું કે શશી થરૂરે પોતાના જુના ટ્વીટ ડીલીટ કરવા જોઈએ જેમાં તેમણે વેક્સિનના એક્સપોર્ટનો વિરોધ કર્યો હતો.

Published On - 12:11 am, Wed, 2 June 21