મોદી સરકારનો વધુ એક માસ્ટર સ્ટ્રોક 13 પોઇન્ટ રોસ્ટરને નામંજૂર કર્યું, SC/ST/OBCના પક્ષમાં સરકારનો મહત્વ પૂર્ણ નિર્ણય

|

Mar 07, 2019 | 8:39 AM

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ગુરૂવારે વડાપ્રધાનના ઘરે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 13 પોઇન્ટ રોસ્ટરને બદલીને 200 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવાના વટહુકમને મંજૂરી આપી દીધી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકારના કાર્યકાળની અંતિમ બેઠક હોય તેવું માનવામાં આવી રહ્યું […]

મોદી સરકારનો વધુ એક માસ્ટર સ્ટ્રોક 13 પોઇન્ટ રોસ્ટરને નામંજૂર કર્યું, SC/ST/OBCના પક્ષમાં સરકારનો મહત્વ પૂર્ણ નિર્ણય

Follow us on

લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ગુરૂવારે વડાપ્રધાનના ઘરે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 13 પોઇન્ટ રોસ્ટરને બદલીને 200 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવાના વટહુકમને મંજૂરી આપી દીધી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકારના કાર્યકાળની અંતિમ બેઠક હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદી સાથે થયેલી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આ અંગે જાણકારી આપી હતી. મોદી સરકારે 13 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમના સ્થાને આરક્ષણનના જુના 200 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમના માટે વટહુકમ માટે મંજૂરી આપી દીધી છે. SC/ST/OBC માટે કેન્દ્રીય યુનિવર્સિટીમાં જુના સિસ્ટમ પ્રમાણે અનામત આપવા માટે મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો : BREAKING NEWS: જમ્મુ કાશ્મીરમાં બસ પર ગ્રેનેડથી આતંકી હુમલો, 18 લોકો ઇજાગ્રસ્ત

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લગભગ હાલની સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં મોદી સરકારે 50 નવી સેન્ટ્રલ યુનિવર્સિટીને પણ મંજૂરી આપી દીધી છે. અરૂણ જેટલીએ કહ્યું કે, 13 પોઇન્ટ રોસ્ટરના કારણે યુનિવર્સિટીમાં પછાત વર્ગના લોકોનું પ્રતિનિધિત્વ ઓછું થઈ જાય છે. જેથી કેન્દ્ર સરકારે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati

અત્રે નોંધનીય છે કે, યુનિવર્સિટીઓમાં નોકરીઓમાં SC/ST/OBC માટે અનામત લાગુ કરવાનો નવી 13 પોઇન્ટ રોસ્ટર પર મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. જેના માટે દલિત સંગઠનો દ્વારા 5 માર્ચના ભારત બંધની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમની માંગણી 200 પોઇન્ટ રોસ્ટરની હતી, જે આખરે સરકારે માની લીધું છે અને તેના પર વટહુકમ લાવવાની વાત કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article