Assam New CM : સર્વાનંદ કે હેમંતમાંથી કોણ બનશે આસામના નવા મુખ્યપ્રધાન?, આગામી રવિવાર સુધીમાં લેવાશે નિર્ણય

|

May 08, 2021 | 12:38 AM

Assam New CM : આગામી રવિવાર, 9 મે ના દિવસે આસામના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થવાની સંભાવના છે.

Assam New CM : સર્વાનંદ કે હેમંતમાંથી કોણ બનશે આસામના નવા મુખ્યપ્રધાન?, આગામી રવિવાર સુધીમાં લેવાશે નિર્ણય
FILE PHOTO

Follow us on

આસામ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાને પાંચ દિવસ થયા છે, પરંતુ રાજ્યના આગામી મુખ્યપ્રધાન (Assam New CM) કોણ હશે તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અન્ય રાજ્યોમાં જ્યાં ચૂંટણીઓ યોજવામાં આવી હતી ત્યાં મુખ્યપ્રધાનોએ શપથ પણ લઇ લીધા છે, પરંતુ આસામ હજી પણ આગામી મુખ્ય પ્રધાનની રાહ જોઈ રહ્યું છે.

કોણ બનશે આસામના નવા મુખ્યપ્રધાન
આસામમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. પણ હવે આસામના નવા મુખ્યપ્રધાન (Assam New CM) ની પસંદગીમાં સર્વાનંદ સોનવાલ અને હેમંત બિસ્વા સરમા વચ્ચે પેચ ફસાયો છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે ન તો સર્વાનંદ સોનોવાલનું નામ જાહેર કર્યું હતું કે ન હેમંત બિસ્વા નામ જાહેર કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આસામના આગામી મુખ્યપ્રધાનનો નિર્ણય રવિવારે થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

સર્વાનંદ અને  હેમંત બંને રેસમાં
આસામના નવા મુખ્યપ્રધાન (Assam New CM) ના નામની રેસમાં સર્વાનંદ સોનોવાલ અને હેમંત બિસ્વા સરમા બંનેના નામ આગળ છે. દિલ્હીમાં ભાજપના નેતૃત્વમાં સર્વાનંદ સોનોવાલ અને હેમંત બિસ્વા સરમા વચ્ચે પસંદગી કરવામાં વિલંબ થઇ રહ્યો છે. ભાજપના નેતૃત્વ દ્વારા પક્ષના પ્રદેશ પદાધિકારીઓ સાથે વાતચીત કરવા માટે કેન્દ્રીય નિરીક્ષકોને હજી સુધી આસામ મોકલવામાં આવ્યા નથી અને નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા માટે નવા ચૂંટાયેલા 60 સભ્યોની સત્તાવાર બેઠક એટલે કે ધારાસભ્યદળની બેઠક પણ થઈ નથી.

કોરોના વાયરસ સામે લડત પ્રાથમિકતા
આસામના નવા મુખ્યપ્રધાન (Assam New CM) નું નામ હજી સુધી નક્કી થઇ શક્યું નથી. સર્વાનંદ સોનોવાલે શુક્રવારે કહ્યું હતું કે સરકારની રચના સમયસર કરવામાં આવશે. અમારું ધ્યાન અત્યારે રાજ્યમાં ફેલાયેલા કોરોના વાયરસને અંકુશમાં લેવા અને લોકોના જીવ બચાવવા પર છે.

આસામમાં સરકાર રચવામાં વિલંબ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 6 મે ગુરૂવારે રાજ્યમાં રેકોર્ડ 4,936 નવા કેસ નોંધાયા છે. કોરોના રોગચાળો શરૂ થયા પછી આ સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે. 6 મે ગુરૂવારે કોરોનાને કારણે 46 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોંગ્રેસના લોકસભાના સાંસદ પ્રદ્યુતે કહ્યું કે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે, પરંતુ તે હજુ પણ સરકાર બનાવવામાં અસમર્થ છે. ખાસ કરીને જ્યારે રાજ્ય આવા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

Published On - 12:30 am, Sat, 8 May 21

Next Article