રાફેલ વિવાદ : રાહુલ ગાંધીએ દુનિયા સામે રજુ કર્યો એક E-mail, જેને કહી રહ્યા છે સૌથી મહત્વનો પુરાવો

|

Feb 12, 2019 | 12:18 PM

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મંગળવારે ફરી એક વખત પત્રકારોને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ એક ઈમેઈલનો ઉલ્લેખ કરી ઘણાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, રાફેલ ડીલ પર સહી થવાના થોડાં દિવસો પહેલાં અનિલ અંબાણીએ ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી […]

રાફેલ વિવાદ : રાહુલ ગાંધીએ દુનિયા સામે રજુ કર્યો એક E-mail, જેને કહી રહ્યા છે સૌથી મહત્વનો પુરાવો

Follow us on

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રાફેલ મામલે વડાપ્રધાન મોદી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મંગળવારે ફરી એક વખત પત્રકારોને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ એક ઈમેઈલનો ઉલ્લેખ કરી ઘણાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, રાફેલ ડીલ પર સહી થવાના થોડાં દિવસો પહેલાં અનિલ અંબાણીએ ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે પીએમ આવશે ત્યારે એક MoU રાફેલ ડીલ સહી થશે જેમાં મારું નામ હશે.

શું હતું ઈ-મેઈલમાં ?

આ ઈમેઈલમાં લખ્યું છે કે, તમારી જાણકારી માટે સી. સાલોમન સાથે વાત કરી છે. અંબાણી આ અઠવાડિયે ઓફિસ આવ્યા હતા. મીટિંગમાં તેમણે કહ્યું કે, આ કોમર્શિયલ હેલોસ પહેલાં AH સાથે કામ કરવા માંગતું હતું. જે પછી ડિફેન્સ સેક્ટરમાં કામ શરૂ કર્યું છે. અંબાણીએ જણાવ્યું કે, એક MoU તૈયાર કરવામાં આવશે જેના પર વડાપ્રધાનના પ્રવાસ સમયે સહી કરવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાહુલ ગાંધીએ આ ઈમેઈલને લક્ષમાં રખીને મંગળવાકે કહ્યું કે, એરબસ કંપની એક્ઝક્યુટિવે ઈમેઈલમાં લખ્યું છે કે, ફ્રાન્સના રક્ષા મંત્રીની ઓફિસમાં અનિલ અંબાણીએ મુલાકાત લીધી હતી. જે મુલાકાતમાં અંબાણીએ કહ્યું હતું કે, પીએમ આવશે ત્યારે તેમની હાજરીમાં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવશે.

આ પણ વાંચો : Global Gurus Incorporation UK-2019 ના સર્વેમાં આ ગુજરાતી પહોંચ્યા ટોપ-30 માં, જાણો કોણ છે આ અમદાવાદી ?

આ સાથે જ રાફેલ મામલે રાહુલે ફરી એક વખત પોતાનું નિવદેન બદલતાં કહ્યું કે, રાફેલ ડીલ અંગે ન તો તે સમયના રક્ષા મંત્રીને જાણકારી હતી ન તો HALને ન તો વિદેશ મંત્રીને કોઈ જાણકારી હતી. અગાઉ તેમણે કહ્યું હતું કે, આ મામલે રક્ષા મંત્રીને જાણકારી આપવામાં આવી હતી.

[yop_poll id=1353]

 

Published On - 12:18 pm, Tue, 12 February 19

Next Article