રાહુલ ગાંધીએ સ્વીકાર્યું ‘ UP માં કોંગ્રેસ છે કમજોર’, એટલાં માટે અહીંથી પ્રિયંકા સાથે શરૂ કર્યો ચૂંટણી પ્રયાર

|

Feb 11, 2019 | 1:58 PM

દેશના રાજકારણમાં એવું કહેવામાં આવે છે કે દિલ્હીની સત્તાનો માર્ગ યૂપી થઈને પસાર થાય છે. તમામ રાજકીય પક્ષોની સૌથી પહેલી નજર અહીંની 80 લોકસભાની બેઠકો પર રહે છે. 2014ની લોકસભાની ચૂંટણીની વાત હોય કે પછી ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની વાત હોય કોંગ્રેસ બંનેમાં અહીં ખૂબ જ ખરાબ રીતે હાર્યું હતું. TV9 Gujarati   Web […]

રાહુલ ગાંધીએ સ્વીકાર્યું  UP માં કોંગ્રેસ છે કમજોર, એટલાં માટે અહીંથી પ્રિયંકા સાથે શરૂ કર્યો ચૂંટણી પ્રયાર

Follow us on

દેશના રાજકારણમાં એવું કહેવામાં આવે છે કે દિલ્હીની સત્તાનો માર્ગ યૂપી થઈને પસાર થાય છે. તમામ રાજકીય પક્ષોની સૌથી પહેલી નજર અહીંની 80 લોકસભાની બેઠકો પર રહે છે. 2014ની લોકસભાની ચૂંટણીની વાત હોય કે પછી ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની વાત હોય કોંગ્રેસ બંનેમાં અહીં ખૂબ જ ખરાબ રીતે હાર્યું હતું.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને નવા નિયુક્ત થયેલા મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉથી રોડ શોની શરૂઆત કરી છે. જે પછી રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતાં પ્રિયંકા અને સિંધિયાને UP મોકલવા માટેના કારણો પણ આપતાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ યૂપીથી જ શરૂઆત કરી છે. જ્યાં તે કમજોર રહી શકે નહીં. તેથી અહીં પાર્ટીને મજબૂત કરવા માટેનું કામ પ્રિંયકા અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ટ્રાફિકની સાથે સંકળાયેલો એક રિપોર્ટ અમદાવાદીઓને કરશે ખુશ, ટ્રાફિકના નિયોમના પાલન કરવામાં અડધાંથી વધુ અમદાવાદીઓ સુધરવા લાગ્યા

રાહુલ ગાંધીએ કહ્યું કે, સારા પ્રદર્શન માટે તમામ લોકોને એકત્ર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. જેના માટે તેઓ ન માત્ર લોકસભાની ચૂંટણીને જ ધ્યાનમાં લેશે પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણી પર પણ નજર રહેશે. કોઇ પણ સંજોગોમાં પાર્ટી અહીં બેકફૂટ પર જવાનો પ્રયત્ન કરશે નહીં.

એટલું જ નહીં રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીને આગામી વિધાનસભામાં સરકાર બનાવવા માટેની પણ જવાબદારી સોંપી છે. જે જોતાં પ્રિયંકા ગાંધીના માથે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

[yop_poll id=1322]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:56 pm, Mon, 11 February 19

Next Article