CM કેજરીવાલની આ હરકતથી PM Modi થયા નારાજ, બાદમાં કેજરીવાલે બે હાથ જોડીને માંગી માફી

|

Apr 23, 2021 | 4:42 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વર્તનથી ખૂબ નારાજ થયા. તેમણે બેઠક દરમિયાન જ કેજરીવાલ માટે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વર્તનથી ખૂબ નારાજ થયા. તેમણે બેઠક દરમિયાન જ કેજરીવાલ માટે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાનને કહ્યું કે તમે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોટોકોલ તોડ્યો છે. આવી ખાનગી વાતચીત ક્યારેય જાહેર કરવામાં આવતી નથી. પ્રધાનમંત્રીના આ ઠપકા બાદ મુખ્યમંત્રીને ભાન થયું અને હાથ જોડીને માફી માંગી.

કેમ માંગી CM કેજરીવાલે માફી?

પીએમ મોદી શુક્રવારે કોરોનાના સૌથી ખરાબ અસરગ્રસ્ત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક લઈ રહ્યા હતા. આ બેઠક દરમિયાન જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી બોલવા આવ્યા ત્યારે તેમણે તે બેઠકને લાઈવ કરી દીધી હતી. દરમિયાન, પીએમ મોદીને તરત જ તેના વિશે જાણ થઈ.

કેજરીવાલ બોલી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેમને રોક્યા હતા અને કહ્યું હતું કે, “આ આપણી પરંપરા છે, આપણો પ્રોટોકોલ છે. તેનાથી ખૂબ જ વિરુદ્ધ થઈ રહ્યું છે કે મુખ્યમંત્રીએ આવી ઇનહાઉસ સભાને લાઈવ પ્રસારિત કરી રહ્યા છે. આ બરાબર નથી. આપણે હંમેશાં સંયમનું પાલન કરવું જોઈએ.

આના પર કેજરીવાલે સ્વીકાર્યું કે તેમણે ભૂલ કરી હતી. તેમણે વડા પ્રધાનને કહ્યું, ‘હવેથી ધ્યાન રખાશે. જો મારા તરફથી કોઈ ગેરરીતિ થઇ છે, મેં કંઇક આકરું બોલી દીધું છે, અથવા મારા વર્તનમાં કોઈ ભૂલ થઈ છે, તો હું તે માટે માફી માંગું છું.

અને ત્યારબાદ પીએમ મોદી પાસે માફી માંગી

ખરેખર કેજરીવાલ ગુપ્ત રીતે તે મિટિંગ લાઈવ કરી રહ્યા હતા. તેમને લાગ્યું કે વડા પ્રધાનને આની ખબર નથી, પરંતુ પીએમ મોદીને તરત જ તેના સમાચાર મળ્યા. કેજરીવાલના આ વર્તનથી ખૂબ નારાજ મોદીએ બોલતી વખતે જ તેમને અટકાવ્યા અને તેમને પ્રોટોકોલ શીખવ્યો. આ પછી, કેજરીવાલે વડા પ્રધાન પાસે હાથ જોડીને માફી માંગી. જણાવી દઈએ કે કેજરીવાલે તેઓએ વડા પ્રધાનને જે કહ્યું તે માત્ર રેકોર્ડ ન કર્યુ, પણ તેને લીક પણ કરી દીધું. આ અંગે ભાજપ તરફથી જોરદાર પ્રતિક્રિયા પણ આપવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: ચિંતાજનક: દિલ્હીમાં કોરોનાના UK વેરિયન્ટનો આતંક, 50% કેસોમાં જોવા મળ્યો આ વેરિયન્ટ

આ પણ વાંચો: ઓક્સિજનની ઉણપના આ લક્ષણોને અવગણશો નહીં, તાત્કાલિક અપનાવો આ ઉપચાર

Next Video