Partition of UttarPradesh : શું વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશનું થશે વિભાજન? જાણો યુપીના વિભાજન અંગેની સત્યતા

|

Jun 12, 2021 | 5:05 PM

Partition of UttarPradesh : ઉત્તરપ્રદેશના વિભાજનની સાથે સાથે ઉત્તરપ્રદેશમાં રાજકીય પરિવર્તનની પણ ચર્ચાઓ થઇ રહી છે.

Partition of UttarPradesh : શું વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશનું થશે વિભાજન? જાણો યુપીના વિભાજન અંગેની સત્યતા
સાંકેતિક તસ્વીર

Follow us on

Partition of UttarPradesh : ઉત્તરપ્રદેશમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાતું જાય છે. તમામ પક્ષોએ વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપમાં પણ બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. આ બેઠકો વચ્ચે સરકાર અને સંગઠનમાં બદલાવની ચર્ચાએ પણ સતત જોર પકડ્યું હતું. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના વિભાજના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.કેટલાક લોકોનો દાવો છે કે 2022 માં વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વાંચલ (Poorvanchal) અને બુંદેલખંડ (Bundelkhand) અલગ થઈ જશે.

ઉત્તરપ્રદેશના વિભાજનના સમાચારની સત્યતા
ઉત્તરપ્રદેશના માહિતી વિભાગે ઉત્તરપ્રદેશના વિભાજન (Partition of UttarPradesh) અંગેનો વાયરલ થયેલ આ મેસેજનું ખંડન કર્યું છે. માહિતી વિભાગે જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશમાંથી પૂર્વાંચલ (Poorvanchal) અને બુંદેલખંડ (Bundelkhand) અલગ થવાના સમાચાર ખોટા છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

માહિતી વિભાગે ટ્વીટ કર્યું છે કે ઉત્તરપ્રદેશના દ્વિભાજનના સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા છે. ઉત્તરપ્રદેશના વિભાજન (Partition of UttarPradesh) ને લઈને જે આશંકાઓ ઉભી કરવામાં આવી રહી છે તે પાયાવિહોણી છે. ઉત્તરપ્રદેશના માહિતી વિભાગે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગેરમાર્ગે દોરી રહેલા સમાચાર ફેલાવતા લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાં પરિવર્તનની પણ ચર્ચા
ઉત્તરપ્રદેશના વિભાજન (Partition of UttarPradesh) ની સાથે સાથે ઉત્તરપ્રદેશમાં રાજકીય પરિવર્તનની પણ ચર્ચાઓ થઇ રહી છે. પહેલા રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષની લખનૌ મુલાકાત અને ત્યારબાદ રાજ્યના પ્રભારી રાધામોહન સિંહ રાજ્યપાલને મળવા ગયા.

મુખ્યપ્રધાન સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ દિલ્હી જઇને વડાપ્રધાન મોદી (PM MODI), કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (AMIT SHAH)અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (J.P.NADDA) ને મળ્યા હતા. આ તમામ બેઠકોને ઉત્તરપ્રદેશમાં રાજકીય પરિવર્તનની સાથે જોડવામાં આવી રહી છે. જોકે, ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તે ઉત્તરપ્રદેશમાં કોઈ ફેરફાર કરશે નહીં.

Next Article