MadhyaPradesh : રાજકારણ કરવા જતા KamalNath કરી બેઠા દેશનું જ અપમાન, જાણો સમગ્ર ઘટના

|

May 28, 2021 | 6:12 PM

MadhyaPradesh : કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા જતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (KamalNath) એ દેશનું અપમાન કર્યું છે એવા આક્ષેપો થઇ રહ્યાં છે.

MadhyaPradesh : રાજકારણ કરવા જતા KamalNath કરી બેઠા દેશનું જ અપમાન, જાણો સમગ્ર ઘટના
FILE PHOTO

Follow us on

MadhyaPradesh : રાજકીય પક્ષના વિવિધ નેતાઓ રાજકારણ કરવા, વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા, પ્રસિદ્ધિ મેળવવા કે અન્ય કોઈ કારણથી વિરોધી પક્ષના નેતાઓ પર પ્રહાર કરતા હોય છે અને વિવાદિત નિવેદન પણ કરી બેસતા હોય છે. પણ વિરોધ કરવામાં અને વિવાદિત નિવેદનો કરવાની હોડમાં જાણે અજાણે નેતાઓ દેશનું પણ અપમાન કરી બેસતા હોય છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (KamalNath) કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં દેશનું અપમાન કરી બેઠા છે.

કમલનાથે કહ્યું “ભારત મહાન નહી, ભારત બદનામ”
દેશમાં કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા જતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (KamalNath) એ દેશનું અપમાન કર્યું છે એવા આક્ષેપો થઇ રહ્યાં છે. કમલનાથે એક પત્રકાર પરિષદમાં કહ્યું, “ભારત મહાન નહી, ભારત બદનામ છે. બધા દેશોએ ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.” તેમણે કહ્યું કે અમેરિકામાં ભારતીય ટેક્સી ડ્રાઈવર વાળી ટેક્સીમાં કોઈ બેસવા તૈયાર નથી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

રાજનીતિની આડમાં દેશનું અપમાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ (KamalNath) એ રાજનીતિની આડમાં દેશનું અપમાન કરી બેઠા છે એવા આક્ષેપો થઇ રહ્યાં છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા જતા તેમણે દેશને બદનામ કહી દીધો.

આજે જેમ વિવિધ દેશોએ ભારતીયો પર પ્રતિબંધ લગાવ્યો છે એમ પહેલા કોરોના પ્રભાવિત વિવિધ દેશોના નાગરીકો પર પણ અન્ય દેશોમાં જવા પર પ્રતિબંધ લાગી ચુક્યા છે. ભારતે તો આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પણ સ્થગિત કરી દીધી છે અને હજી પણ પ્રતિબંધ યથાવત છે. આવા મુદ્દાને દેશની ગરિમા, દેશના મહત્વ સાથે જોડી રાજકીય સ્વાર્થ સાધવો કેટલું યોગ્ય છે?

કમલનાથ પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરાઈ
કોંગ્રેસ નેતા કમલનાથ (KamalNath) એ 21 મે ના દિવસે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધન કરતી વખતે કોરોનાના એક પ્રકાર સાથે ભારતનું નામ જોડ્યું હતું. કમલનાથના આ નિવેદન બાદ MadhyaPradesh ના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સહીત સરકારના મંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કમલનાથ પર પ્રહારો કરવાના શરૂ કર્યા હતા.

તો અન્ય એક વિવાદિત નિવેદનના આધારે કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ પર હિંસક ગતિવિધિનો આરોપ લાગ્યો છે અને આ સાથે જ કમલનાથ પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરવામાં આવી છે.

Published On - 6:08 pm, Fri, 28 May 21

Next Article