લોકસભામાં પહેલી વખત પહોંચેલા વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શીખી આ ત્રણ ખાસ વાત, જુઓ વીડિયો

16મી લોકસભાના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ અંતિમ ભાષણ આપ્યું છે. આ દરમિયાન તમામ સાંસદોએ સંસદમાં થયેલા કામોની પણ ચર્ચા કરી છે. લોકસભામાં મોદીએ હળવા અંદાજમાં વિપક્ષ પર હુમલા કરવાની સાથે સાથે સાંસદોની પ્રશંસા પણ કરી હતી. વડાપ્રધાને પોતાાના ભાષણમાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુ ખડગેની પ્રશંસા કરી તો રાહુલ ગાંધીની ટીકા કરી છે. તો મુલાયમ સિંહ યાદવના […]

લોકસભામાં પહેલી વખત પહોંચેલા વડાપ્રધાન મોદીએ સાંસદ તરીકે શીખી આ ત્રણ ખાસ વાત, જુઓ વીડિયો
| Updated on: Feb 13, 2019 | 1:42 PM

16મી લોકસભાના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ અંતિમ ભાષણ આપ્યું છે. આ દરમિયાન તમામ સાંસદોએ સંસદમાં થયેલા કામોની પણ ચર્ચા કરી છે. લોકસભામાં મોદીએ હળવા અંદાજમાં વિપક્ષ પર હુમલા કરવાની સાથે સાથે સાંસદોની પ્રશંસા પણ કરી હતી. વડાપ્રધાને પોતાાના ભાષણમાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુ ખડગેની પ્રશંસા કરી તો રાહુલ ગાંધીની ટીકા કરી છે. તો મુલાયમ સિંહ યાદવના ખાસ આભાર પણ માન્યો છે.

પહેલી વાત 

વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતાં જ કહ્યું કે, 2014માં જ્યારે સાંસદ બન્યો ત્યારે પહેલી વખથ ચૂંટાયને આવ્યો હતો. મારા માટે બધું જ નવું હતું. આશરે 3 દાયકા પછી પૂર્ણ બહુમતવાળી સરકાર આવી છે. 2014 પછી 8 સત્ર એવા પણ હતાં જેમાં 100 ટકા કરતાં પણ વધુ કામ થયું છે. દેશમાં પહેલી વખત 16મી લોકસભામાં સૌથી વધુ સાંસદ ચૂંટાયને આવ્યા છે. દેશમાં પહેલી વખત સૌથી વધુ મહિલા મંત્રી છે.

બીજી વાત

રાહુલ ગાંધી પર ટીકા કરતાં મોદીએ કહ્યું કે, અમે ક્યારેક સાંભળ્યું છે કે ભૂકંપ આવશે પણ 5 વર્ષમાં ક્યારેય આવ્યો નથી. વડાપ્રધાને રાહુલ ગાંધીના ગળે મળવા પર કટાક્ષ કરતાં કહ્યું કે, પહેલી વખત ગળે મળવું અને ગળે પડવું જેમાં અંતર શું છે તે ખબર પડી ? પહેલી વખત આંખોની રમત પણ સમગ્ર દેશના લોકોએ જોઇ છે.

આ પણ વાંચો : ભારતીય રાજનીતિમાં શરૂ થઈ ઉલ્ટી ગંગા, જીવનભર ભાજપનો વિરોધ કરનાર મુલાયમ સિંહે કહ્યું, ‘ફરી એકવખત દેશના વડાપ્રધાન બનો તેવી શુભેચ્છા ‘

ત્રીજી વાત

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની પ્રશંસા કરી તેમજ લાંબા સમયથી ભાજપના સાંસદ આડવાણીની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, તેમની પાસેથી શીખવું જોઈએ કે તેઓ સમગ્ર સમય સંસદમાં બેસી રહે છે. આ ઉંમરે પણ તેમની ઉર્જા ઓછી થઈ નથી. જે સૌ સાંસદે શીખવી જોઇએ.

ખાસ વાત 

એટલું જ નહીં વડાપ્રધાન ટીડીપીના સાંસદોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ઘણી વખત અમારા ટેન્શનને ટીડીપીના સાંસદોએ ઓછું કર્યું છે. જેના પર અટેન્શન રાખવું જરૂરી છે.

[yop_poll id=1380]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]