કોંગ્રેસ અને ભાજપ દ્વારા ‘ગલી બોય’ને બનાવવામાં આવ્યું રાજકીય હથિયાર, જુઓ બંને પક્ષના વીડિયો

રાજકીય પક્ષ હાલમાં બોલીવુડ ફિલ્મોના પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં રિલીઝ થનાર ફિલ્મ ‘ગલી બોય’નું એક સોન્ગ ઘણું હીટ થઈ રહ્યું છે. જેના રેપ સોન્ગને ન માત્ર લોકોને પંસદ આવી રહ્યું છે ત્યારે ફિલ્મના આઝાદી ગીતનો રાજકીય પક્ષ ઉપયોગ કરી રહ્યું છે. જેની શરૂઆત કોંગ્રેસે આઝાદી વાળા ગીતના વીડિયોમાં મોદી સરકારને ટાર્ગેટ […]

કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગલી બોયને બનાવવામાં આવ્યું રાજકીય હથિયાર, જુઓ બંને પક્ષના વીડિયો
| Updated on: Feb 09, 2019 | 11:09 AM

રાજકીય પક્ષ હાલમાં બોલીવુડ ફિલ્મોના પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હાલમાં રિલીઝ થનાર ફિલ્મ ‘ગલી બોય’નું એક સોન્ગ ઘણું હીટ થઈ રહ્યું છે. જેના રેપ સોન્ગને ન માત્ર લોકોને પંસદ આવી રહ્યું છે ત્યારે ફિલ્મના આઝાદી ગીતનો રાજકીય પક્ષ ઉપયોગ કરી રહ્યું છે.

જેની શરૂઆત કોંગ્રેસે આઝાદી વાળા ગીતના વીડિયોમાં મોદી સરકારને ટાર્ગેટ કરી હતી. તે પછી ભાજપ પણ પાછું રહ્યું નહીં તેને પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં વીડિયો બનાવ્યો હતો.

ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો સોશ્યિલ મીડિયા પર પોતાનો પ્રચાર કરવા માટે સહેજ પણ કસર છોડી રહ્યા નથી. બંને પક્ષે પોત પોતાનો અલગ અલગ વીડિયો બનાવ્યો છે અને તેને સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે.

https://twitter.com/divyaspandana/status/1093889722122936320

કોંગ્રેસ તરફથી સોશ્યિલ મીડિયા મેનેજર દિવ્યા સ્પંદનાએ વીડિચો રિલીઝ કર્યો છે. જેમાં તેમણે ભાજપના કામ પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં મોદી સરકારને રાફેલ મુદ્દા થી GST, નોટબંધી , રોજગારીથી લઈ પત્રકાર ગૌરી લંકેશનો મુદ્દો ઉઠાવ્યો છે.

તો બીજી તરફ ભાજપે પણ તેનો જવાબ આપતો વીડિયો અપલોડ કર્યો છે. જેમાં કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તેના ખોટાં નિર્ણયોને માટે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચો : ટ્રેનમાં રાજસ્થાન તરફ જતા પહેલા આ હેલ્પલાઈન પર ફોન કરી પૂછજો પરિસ્થિતિ, રાજસ્થાનમાં ફરી શરૂ થયેલા ગુર્જર આંદોલનના કારણે ક્યાંક અધવચ્ચે જ અટવાઈ ન પડો

હાલમાં બોલીવુડમાં ઘણી બાયોપિક આવી રહી છે ત્યારે તેનાથી અલગ રાજકીય પક્ષ દ્વારા નવા ગીત અને તેના માધ્યમથી ક્રિએટીવિટી દર્શાવવાનો અને વિરોધીને નીચે દેખાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

 

[yop_poll id=1247]