શું વડાપ્રધાન મોદી ગુજરાતના બદલે દક્ષિણની આ બેઠક પરથી લડશે ચૂંટણી ? વારણસી પછી બેંગલુરૂ બેઠક પર મોદીનું નામ ચર્ચામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારણસી ઉપરાંત કઈ બેઠક પરથી લડશે તેના પર હવે કોંગ્રેસની યાદી પર નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસે શનિવારે મોડી રાતે કર્ણાટકની 18 બેઠકો પર પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અહીં 20 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે બાકીની આઠ બેઠકો પરથી તેના ગઠબંધન સહયોગી જેડીએસ પાસે છે. […]

શું વડાપ્રધાન મોદી ગુજરાતના બદલે દક્ષિણની આ બેઠક પરથી લડશે ચૂંટણી ? વારણસી પછી બેંગલુરૂ બેઠક પર મોદીનું નામ ચર્ચામાં
| Updated on: Mar 24, 2019 | 4:32 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારણસી ઉપરાંત કઈ બેઠક પરથી લડશે તેના પર હવે કોંગ્રેસની યાદી પર નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસે શનિવારે મોડી રાતે કર્ણાટકની 18 બેઠકો પર પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અહીં 20 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે બાકીની આઠ બેઠકો પરથી તેના ગઠબંધન સહયોગી જેડીએસ પાસે છે.

કોંગ્રેસની આ યાદીમાં ચોંકાવનારી વાત સામે આવે છે કે પાર્ટીએ દક્ષિણ બેંગલુરૂ અને ધારવાડની સીટ પર ઉમેદવારીની જાહેરાત નથી કરી. ધારવાડમાં 23 એપ્રિલનાં ત્રીજા ચરણમાં મતદાન થશે. એટલે પાર્ટી પાસે હજી સમય છે.

જો દક્ષિણ બેંગલુરૂ સીટ પર બીજા તબક્કામાં 18 એપ્રિલનાં રોજ મતદાન થશે અને અહીં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 26 માર્ચ છે. છેલ્લા ઘણાં દિવસોથી તેવી ચર્ચા થઇ રહી છે કે વર્ષ 1991થી જ ભાજપનો ગઢ રહેલા દક્ષિણ બેંગ્લુરૂ બેઠક પર આ વખતે પીએમ મોદી ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો : ભાજપે વડોદરા બેઠક પરથી ઉમેદવારનું નામ કર્યુું જાહેર, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક બેઠક પરથી જ લડશે લોકસભાની ચૂંટણી?

કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ પ્રમાણે, તેમને આશંકા છે કે આ બેઠક પર કોઇ ચોંકાવનારા ઉમેદવારને ઉભો રાખશે. એટલે પાર્ટીનાં હાઇકમાન્ડ વેઇટ એન્ડ વોચનો નિર્ણય લીધો છે. દક્ષિણ બેંગલુરૂ કોંગ્રેસ વિરોધી સીટ માનવામાં આવે છે. જો 1989ને છોડીને 1977થી અહીં ગેર કોંગ્રેસી સાંસદ જ ચૂંટાયા છે. ભાજપે સૌથી પહેલા વર્ષ 1991માં આ સીટ પર કબજો કર્યો હતો.

કર્ણાટકનાં ભાજપ નેતા ભલે દાવો કરતાં હોય કે તેમની પાસે પીએમ મોદી અહીંથી લડે તેવી કોઇ જાણકારી નથી. પરંતુ સિટી પોલીસ સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે તેમને સોમવારે સવારે શહેરની સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનાં આદેશ મળ્યાં છે. સૂત્રો પ્રમાણે આ આદેશ પછી માનવામાં આવે છે કે આ દિવસે કોઇ મોટા નેતા નોંધણી કરાવવા અહીં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]