લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટો ભડકો થવાના એંધાણ, અડવાણી બાદ જોશીએ પાર્ટીને યાદ કરાવ્યા ‘સંસ્કાર’

2019માં સત્તામાં બની રહેવા ભાજપ દ્વારા સંપૂર્ણ જોર લગાવી રહ્યું છે. જેના માટે ભાજપ દ્વારા એક સુનિશ્ચિત નેતાઓને જ પસંદ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાર્ટીના આ નિર્ણયોના કારણે ભાજપના વરિષ્ઠ નેતાઓ જ નારાજ ચાલી રહ્યા છે. જેના કારણે આડવાણીની માફક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને પણ ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. […]

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટો ભડકો થવાના એંધાણ, અડવાણી બાદ જોશીએ પાર્ટીને યાદ કરાવ્યા સંસ્કાર
| Updated on: Mar 26, 2019 | 6:37 AM

2019માં સત્તામાં બની રહેવા ભાજપ દ્વારા સંપૂર્ણ જોર લગાવી રહ્યું છે. જેના માટે ભાજપ દ્વારા એક સુનિશ્ચિત નેતાઓને જ પસંદ કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાર્ટીના આ નિર્ણયોના કારણે ભાજપના વરિષ્ઠ નેતાઓ જ નારાજ ચાલી રહ્યા છે. જેના કારણે આડવાણીની માફક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને પણ ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

આ અંગે મળી રહેલી માહિતી અનુસાર સોમવારના રોજ ભાજપના સંગઠન મહાસચિવ મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી હતી. મુરલી મનોહર જોશીને કહ્યું કે પાર્ટીએ નક્કી કર્યું છે કે તમને ચૂંટણી લડાવામાં આવશે નહીં. રામલાલે કહ્યું કે પાર્ટી ઇચ્છે છે કે તમે પાર્ટી ઓફિસ આવી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરો. જો કે પાર્ટીની આ અપીલને મુરલી મનોહર જોશી એ સીધી રીતે નકારી દીધી.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની ગરીબોના ખાતામાં રૂ. 72 હજાર આપવાની જાહેરાત માટે આ વિદ્વાન અર્થશાસ્ત્રીઓ છે જવાબદાર, કેવી રીતે થશે સફળ?

ભાજપના વરિષ્ઠ નેતા જોશી એ કહ્યું કે આ પાર્ટીના સંસ્કાર નથી, જો મને ચૂંટણી ના લડાવાનો નિર્ણય લેવાયો છે તો કમ સે કમ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે અમને આવી જણાવું જોઇએ. મુરલી મનોહર જોશીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ પાર્ટી ઓફિસ આવીને તેની જાહેરાત કરશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું છે.આ પહેલાં ભાજપે લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરથી ટિકિટ કાપતા વિવાદ થયો હતો. અડવાણીની ટિકિટ કાપતા શત્રુઘ્ન સિન્હા સહિત કોંગ્રેસના નેતાઓએ પણ પ્રશ્ન ઉભો કર્યો હતો.

TV9 Gujarati

અત્રે નોંધનીય છે કે રામલાલે જ લાલકૃષ્ણ અડવાણી, કલરાજ મિશ્રા સાથે મુલાકાત કરી અને શાંતા કુમાર, કરિયા મુંડા સાથે ફોન પર વાત કરીને તેને ટિકિટ ના આપવાનો નિર્ણય અંગે માહિતી આપી હતી. ત્યારે પણ રામલાલે આ નેતાઓને સૂચિત કર્યા હતા કે તેઓ પોતાની તરફથી ચૂંટણી ના લડવાની જાહેરાત કરે. પરંતુ લાલકૃષ્ણ અડવાણી પણ મુરલી મનોહર જોશીની જેમ તૈયાર નહોતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:28 am, Tue, 26 March 19