Kapil Sibal એ ફરી ઉઠાવ્યાં Congress પર સવાલો, કહ્યું દેશમાં મજબૂત વિપક્ષની ઉણપ

|

Jun 13, 2021 | 6:35 PM

Congress પર સવાલો ઉઠાવતા કપિલ સિબ્બલ (Kapil Sibal) એ કહ્યું કે દેશ પાસે રાજકીય વિકલ્પનો અભાવ છે. દેશને એક મજબૂત, વિશ્વાસપાત્ર વિપક્ષની જરૂર છે.

Kapil Sibal  એ ફરી ઉઠાવ્યાં Congress પર સવાલો, કહ્યું દેશમાં મજબૂત વિપક્ષની ઉણપ
FILE PHOTO

Follow us on

Congress ના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ  (Kapil Sibal) એ વધુ એક કોંગ્રેસ પાર્ટી પર જ સવાલો ઉભા કર્યા છે. કપિલ સિબ્બલ કોંગ્રેસના G22 નેતાઓમાંથી એક નેતા છે જે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં બચ્યા છે. આ અગાઉ પણ કપિલ સિબલે સીધી કે આડકતરી રોતે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમજ ગાંધી પરિવાર પર નિવેદનો આપ્યા છે.

 

દેશમાં મજબૂત વિપક્ષની ખામી : કપિલ સિબ્બલ
Congress પર સવાલો ઉઠાવતા કપિલ સિબ્બલ (Kapil Sibal) એ કહ્યું કે દેશ પાસે રાજકીય વિકલ્પનો અભાવ છે. દેશને એક મજબૂત, વિશ્વાસપાત્ર વિપક્ષની જરૂર છે. કોંગ્રેસ પક્ષમાં સુધારાની જરૂર ગણાવતા તેમણે કહ્યું કે, ભારતનું પુનરુત્થાન કરનાર કોંગ્રેસની જરૂર છે પરંતુ પક્ષે એ બતાવવાની જરૂર છે કે તે સક્રિય અને અર્થપૂર્ણ રીતે કામ કરવા તૈયાર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કપિલ સિબ્બલ (Kapil Sibal) એ કહ્યું કે, “કોંગ્રેસે ટૂંક સમયમાં સંગઠનાત્મક ચૂંટણીઓ કરવાની જરૂર છે, કેન્દ્ર અને રાજ્ય સ્તરે વ્યાપક સુધારાકરવાની પણ જરૂર છે. જેથી પાર્ટી એ બતાવી શકે કે કોંગ્રેસ જડતાની સ્થિતિમાં નથી.”તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં
અનુભવી અને યુવાનો વચ્ચે સંતુલન બનાવવાની તાતી જરૂરિયાત છે.

હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં : કપિલ સિબ્બલ
Congress ના G22 ના નેતાઓ દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓ અમલી ન કરવા અંગે પૂછવામાં આવતા કપિલ સિબ્બલ(Kapil Sibal) એ કહ્યું કે, પાર્ટીના ટોચના નેતાઓએ નિર્ણય લેવાનો છે. તેઓ અત્યારે આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી. નહીં.

સિબ્બલે કહ્યું કે, જ્યાં સુધી અમે કોંગ્રેસમાં છીએ ત્યાં સુધી અમે G22 નેતાઓ અને બીજા ઘણા લોકો કોંગ્રેસને મજબૂત કરવા મુદ્દાઓ આગળ વધારતા રહીશું.તેમણે એમ પણ કહ્યું હતું કે, “જો કોઈ સમયે નેતૃત્વ મને કહેશે કે હવે મારી જરૂર નથી, તો હું મારે શું કરવું તે નક્કી હું જ કરીશ. પરંતુ ક્યારેય ભાજપમાં નહીં જાઉ”

Next Article