Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ગાંધીનગરનાં દહેગામમાં સાત ફેરા પહેલા વરરાજા પહોચ્યા મતદાનની ફરજ પુરી કરવા, સાંભળો શું કહ્યું

|

Feb 28, 2021 | 8:48 AM

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ગાંધીનગર જિલ્લા - તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ચુકી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો માટે તેમજ કલોલની ૨૬ - માણસાની ૨૬ અને દહેગામની ૨૮ મળી કુલ- ૮૦ બેઠકો માટે મતદાન શરૂ થઈ ચુક્યું છે.

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ગાંધીનગર જિલ્લા – તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની શરૂઆત થઈ ચુકી છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો માટે તેમજ કલોલની ૨૬ – માણસાની ૨૬ અને દહેગામની ૨૮ મળી કુલ- ૮૦ બેઠકો માટે મતદાન શરૂ થઈ ચુક્યું છે. મતદાનની શરૂઆતનાં પ્રાથમિક કલાકમાં જ વરરાજા તેમજ તેમનું પરિવાર મતદાનની ફરજ પુરી કરવા માટે આવ્યા હતા. વરરાજાની માતાએ જણાવ્યું કે જેમ લગ્ન પ્રસંગ છે તેમ જ મતદાન પણ તેમના માટે એક પ્રસંગ છે એટલે જે તે સૌથી પહેલા મતદાન કરવા માટે પહોચ્યા છે.

જીલ્લા – તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન કુલ- ૭,૧૫,૫૧૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે તેમજ ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧,૩૮,૨૭૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ૮૨૦ મતદાન મથકો ઉભા કરાયા, ૧૯૬ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો અને ૮૦ અતિ સંવેદનશીલ મતદાન મથકો નક્કી કરાયા છે.

 

Next Video