Farmer Protest : ખેડૂત આંદોલનનું સમર્થન કરનારી કોંગ્રેસ હવે ધર્મસંકટમાં મુકાઇ, જાણો શું છે કારણ

|

Jun 14, 2021 | 6:57 PM

Congress શરૂઆતથી જ કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓના વિરોધમાં છે અને આ માટે જ ખેડૂત આંદોલન (Farmer Protest) કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરી રહી છે.

Farmer Protest : ખેડૂત આંદોલનનું સમર્થન કરનારી કોંગ્રેસ હવે ધર્મસંકટમાં મુકાઇ, જાણો શું છે કારણ
FILE PHOTO

Follow us on

Farmer Protest : કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓ વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરી રહેલી કોંગ્રેસ (Congress) હવે ધર્મસંકટમાં મુકાઇ છે. નવા ખેડૂત કાયદાઓના વિરોધમાં શરૂ થયેલા આ આંદોલનને કોંગ્રેસ સહીતના વિપક્ષોએ ટેકો આપ્યો હતો. કોંગ્રેસે ખેડૂત આંદોલનને વેગ આપવા તમામ પ્રયાસો કર્યા છે.પણ હવે આ આંદોલનકારી ખેડૂતોએ નવું આંદોલન શરૂ કરવા એવા દિવસની પસંદગી કરી છે, જેનાથી ખેડૂત આંદોલનનું સમર્થન કરનારી કોંગ્રેસ હવે ધર્મસંકટમાં મુકાઇ ગઈ છે.

 

ખેડૂતોએ યાદ અપાવી ‘ઈમરજન્સી’
કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓના વિરોધમાં યુપી બોર્ડર પર ચાલી રહેલા ધરણા પ્રદર્શન (Farmer Protest) ને ફરી એકવાર ધાર આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે ખેડૂતોએ કોંગ્રેસ (Congress) ને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં 25 જૂન 1975ના દિવસે લગાવેલી ઈમરજન્સી (Emergency in India) ની યાદ અપાવી દીધી છે. ખેડૂતોએ ખેડૂત આંદોલનને વેગ આપવા ‘કૃષિ બચાવો – લોકતંત્ર બચાવો’ અભિયાન શરૂ કરવા 26 જૂનનો દિવસ પસંદ કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોંગ્રેસ નેતાઓ મુકાયા ધર્મસંકટમાં
કોંગ્રેસ શરૂઆતથી જ કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓના વિરોધમાં છે અને આ માટે જ ખેડૂત આંદોલન (Farmer Protest) કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરી રહી છે. પણ હવે સંયુક્ત કિસાન મોરચાના 26 જૂને નવું અંદોલન શરૂ કરવાના નિર્ણય અને સંયુક્ત કિસાન મોરચાના એક નિવેદનથી કોંગ્રેસ નેતાઓ ધર્મસંકટમાં મુકાયા છે. સંયુક્ત કિસાન મોરચાએ વર્તમાન સરકારની ઇન્દિરા ગાંધી સરકાર સાથે તુલના કરી દીધી છે. સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે વર્તમાન સરકાર ઇન્દિરા ગાંધી જેવી તાનાશાહી સરકાર છે.

કોંગ્રેસ નેતાઓની મુશ્કેલીઓ વધી
સંયુક્ત કિસાન મોરચાના આ ‘તાનાશાહી સરકાર’ નિવેદનથી કોંગ્રેસ નેતાઓની મુશ્કેલીઓ વધી છે. ઠંડા પડેલા ખેડૂત આંદોલન (Farmer Protest) ને ફરી બેઠું કરવા અને કેન્દ્ર સરકાર સામે બાયો ચડાવવા કોંગ્રેસના નેતાઓએ તમામ તૈયારીઓ કરી લીધી હતી. પણ સંયુક્ત કિસાન મોરચાના આ એક નિવેદનથી કોંગ્રેસ નેતાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોંગ્રેસ નેતાઓ માટે હવે 26 જૂનથી શરૂ થતા આંદોલનને ટેકો આપવો કે નહિ તે અંગે મોટી દુવિધા છે. જો કે હાલ કોંગ્રેસના નેતાઓ આ અંગે કઈ પણ બોલવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો : બિહારમાં LJP ના પાંચ સાંસદોએ પાર્ટીના અધ્યક્ષ બદલી નાંખ્યા, અધ્યક્ષ ચિરાગ પાસવાનની જ હકાલપટ્ટી

Published On - 6:57 pm, Mon, 14 June 21

Next Article