Toolkit કેસમાં Twitter India ની દિલ્હી અને ગુરૂગ્રામ ઓફિસે દિલ્હી પોલીસના દરોડા

આ પહેલા Toolkit કેસમાં દિલ્હી પોલીસે Twitter India ના હેડ મહેશ માહેશ્વરીને નોટીસ મોકલી હતી.

Toolkit  કેસમાં Twitter India ની દિલ્હી અને ગુરૂગ્રામ ઓફિસે દિલ્હી પોલીસના દરોડા
| Updated on: May 24, 2021 | 9:33 PM

Toolkit કેસમાં Twitter India ની દિલ્હી અને ગુરૂગ્રામ ઓફિસે દિલ્હી પોલીસે દરોડા પાડ્યા છે. દિલ્હી પોલીસ (Delhi Police) ની સ્પેશ્યલ સેલની ટીમે દિલ્હીમાં લાડો સરાય અને ગુરૂગ્રામની ટ્વીટર ઇન્ડિયાની ઓફીસ પર એક સાથે દરોડા પાડ્યા છે.

આ પહેલા Toolkit કેસમાં દિલ્હી પોલીસે Twitter India ના હેડ મહેશ માહેશ્વરીને નોટીસ મોકલી હતી. દિલ્હી પોલીસે આ દરોડા અંગે કહ્યું છે કે પોલીસ એક ટ્વિટ અંગે તપાસ કરી રહી છે જેમાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાના ટ્વીટને મૈનુપુલેટીવ  કરનારું દર્શાવ્યું છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે એવી કોઈ માહિતી છે જે Twitter India પાસે છે, પણ દિલ્હી પોલીસ (Delhi Police) પાસે નથી, આ શંકાના આધારે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.

કોંગ્રેસે કરી હતી ફરિયાદ
Toolkit કેસમાં કોંગ્રેસે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી અને ભાજપના નેતાઓ દ્વારા બતાવાયેલા ખોટા દસ્તાવેજો અંગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ દરમિયાન, ટ્વિટરે સંબિત પાત્રા સહિત અનેક નેતાઓના ટ્વીટ્સ સાથે “મૈનુપુલેટી મીડિયા” લખ્યું હતું. ટ્વિટર દ્વારા મૈનુપુલેટીવ મીડિયા ફ્લેગ કર્યા પછી કેન્દ્ર સરકારે પણ Twitter India ને  તેને હટાવવા કહ્યું હતું.

ભાજપે આ આરોપો લગાવ્યા છે
ભાજપના નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે સૌમ્યા વર્મા (Saumya Verma) એ કોંગ્રેસ માટે Toolkit બનાવી છે અને તેને સાબિત કરવા માટે ઘણા પુરાવા છે. સંબિત પાત્રાએ કહ્યું, “સૌમ્યા વર્મા પ્રોફેસર રાજીવ ગૌડાની સંશોધન ટીમ સાથે જોડાયેલી છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રોફેસર ગૌડા સાથે સૌમ્યા વર્માની તસવીર પણ બધાની સામે છે.”

કેટલાક ફોટો બતાવતા સંબિત પાત્રાએ કહ્યું, “આ Toolkit સંચાલકોની આ જ ગેંગ છે કે જેમણે દેશનું અપમાન કરવા, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે ભ્રમ ફેલાવવા, વેન્ટીલેટર્સ વિશે જૂઠ્ઠાણું ફેલાવવાની અને વડાપ્રધાન મોદીની છબીને કલંકિત કરવાનું કામ કર્યું છે. આ ગેંગ આ Toolkit ની નિર્માતા છે.”