ગુુજરાતમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીને એક કોંગ્રેસી મહિલા કાર્યકર્તાએ ગાલ પર આપ્યું ચુંબન, જુઓ વીડિયો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે તેમણે વલસાડમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે એક અસહજ ઘટના બની હતી. જ્યારે રાહુલ ગાંધી સભા સંબોધન કરવા જઈ રહ્યા હતા ત્યારે મહિલા કોંગ્રેસ કાર્યકર્તાએ તેમને પ્રેમથી ચુંબન આપ્યું હતું. #Congress woman worker kisses #RahulGandhi during a rally in […]

ગુુજરાતમાં રેલી દરમિયાન રાહુલ ગાંધીને એક કોંગ્રેસી મહિલા કાર્યકર્તાએ ગાલ પર આપ્યું ચુંબન, જુઓ વીડિયો
| Updated on: Feb 14, 2019 | 11:52 AM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે તેમણે વલસાડમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે એક અસહજ ઘટના બની હતી. જ્યારે રાહુલ ગાંધી સભા સંબોધન કરવા જઈ રહ્યા હતા ત્યારે મહિલા કોંગ્રેસ કાર્યકર્તાએ તેમને પ્રેમથી ચુંબન આપ્યું હતું.

વલસાડમાં રાહુલ ગાંધી રેલી સંબોધવા માટે પહોંચ્યા હતા અને ત્યારે સ્ટેજ પર મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ રાહુલના સ્વાગત માટે પહોંચ્યા હતા. ત્યારે જ એક મહિલા ફૂલોનો હાર લઈન કોંગ્રેસ અધ્યક્ષ તરફ આવી અને તેમને રાહુલ ને પકડીને ચુંબન કરી લીધી હતી.

કશ્મીરા મુન્શી નામની મહિલાના કોંગ્રેસ પરિવાર સાથે જૂના સંબંધ છે. તેઓ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. જેમની આ હરકતથી રાહુલ ગાંધી થોડાં અસહજ થઈ ગયા હતા.

[yop_poll id=1415]