Bihar Politics : કેન્દ્રીય મંત્રીમંડળમાં JDU એ માંગ્યું મંત્રીપદ, કહ્યું NDA માં દરેક સાથીપક્ષોને સન્માન મળવું જોઈએ

|

Jun 12, 2021 | 6:04 PM

આરસીપી સિંહે કહ્યું કે NDA ગઠબંધનના સહયોગી દરેક પક્ષને આદર મળવો જોઈએ. આરસીપી સિંહના આ નિવેદનથી દેશ અને બિહારના રાજકારણ (Bihar Politics) ને નવી હવા મળી છે.

Bihar Politics : કેન્દ્રીય મંત્રીમંડળમાં JDU એ માંગ્યું મંત્રીપદ, કહ્યું NDA માં દરેક સાથીપક્ષોને સન્માન મળવું જોઈએ
FILE PHOTO

Follow us on

Bihar Politics : બિહારનું રાજકીય તાપમાન ચરમસીમાએ છે. રાષ્ટ્રીય જનતાદળ(RJD), ભારતીય જનતા પાર્ટી(BJP), હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) તરફથી આવતા નિવેદનોની વચ્ચે, JDU એ કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશ માટે માંગણી કરતુ એક નિવેદન આપ્યું છે.

 

રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) નો ભાગ એવા જનતા દળ યુનાઇટેડ (JDU) હવે કેન્દ્રીય પ્રધાનમંડળ (union cabinet) માં સ્થાન માંગી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે આ અંગે નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાત કરતા આરસીપી સિંહે કહ્યું કે NDA માં દરેક સાથીપક્ષોને સન્માનની વાત કરતા JDU માટે કેબિનેટમાં સ્થાન માંગ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કેન્દ્રીય મંત્રીમંડળમાં JDU એ માંગ્યું મંત્રીપદ
JDU ના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે શનિવારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે અમને જાણ થઇ છે કે કેન્દ્રીય મંત્રીમંડળ (union cabinet) નું વિસ્તરણ થવાનું છે.તેમણે કહ્યું કે JDU પણ NDA નો એક ભાગ છે. આવી સ્થિતિમાં કેબીનેટના વિસ્તરણમાં JDUને પણ પ્રાધાન્ય મળવું જોઈએ.

આરસીપી સિંહે કહ્યું કે NDA ગઠબંધનના સહયોગી દરેક પક્ષને આદર મળવો જોઈએ. આરસીપી સિંહના આ નિવેદનથી દેશ અને બિહારના રાજકારણ (Bihar Politics) ને નવી હવા મળી છે. જો કે JDU એ હજી એ સ્પષ્ટ નથી કર્યું કે તે કેન્દ્રમાં પાર્ટીમાંથી કોને મોકલવા માંગે છે.

16 સાંસદો, પણ JDU નો એક પણ મંત્રી નહી
નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ માટે ચર્ચાઓ ચાલી રહી છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં ફેરફાર શક્ય છે. આવી સ્થિતિમાં બિહારના રાજકારણ (Bihar Politics) માં JDU ની આ માંગણીથી નવો વળાંક આવ્યો છે. એ પણ પોતાનો દાવ વ્યક્ત કર્યો છે.

NDA ગઠબંધનમાં હાલમાં JDUના 16 સાંસદ છે, આમ છતાં કેન્દ્રમાં જેડીયુનો એક પણ મંત્રી નથી. છેલ્લી વખત નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ સમયે JDU ની સરકારમાં એન્ટ્રી થવાની ચર્ચાઓ થઇ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે તે સમયે આરસીપી સિંહ કેન્દ્રમાં મંત્રી બનવાના હતા. પરંતુ અંતે આવું કાઈ બન્યું નહીં.

બિહારમાં NDA માં ભંગાણના એંધાણ
આજકાલ બિહારના રાજકારણ (Bihar Politics) માં અને ખાસ કરીને NDA માં ભરપુર વિવાદો ચાલી રહ્યા છે. ત્યાં સુધી કે
બિહારમાં NDA માં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગઠબંધન સાથીદારભારતીય જનતા પાર્ટી(BJP) અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) ઇશારાઓમાં એક બીજા પર કટાક્ષ કરી રહ્યા છીએ.

11 જૂન, શુક્રવારે હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝી (Jitan Ram Manzi)એ RJDના ધારાસભ્ય તેજપ્રતાપ યાદવ સાથે મુલાકાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરજેડીએ હિન્દુસ્તાની આવામ મોરચા માટે વિપક્ષી ગઠબંધનમાં પ્રવેશ માટે દરવાજા ખોલી નાખ્યા છે.

આ પણ વાંચો : Partition of UttarPradesh : શું વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશનું થશે વિભાજન? જાણો યુપીના વિભાજન અંગેની સત્યતા

Next Article