Arvind Kejriwal નો ગુજરાત પ્રવાસ, પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે વિધાનસભા ચૂંટણી માટેની AAP ની તૈયારીઓ શરૂ થશે

|

Jun 13, 2021 | 9:16 PM

આમ આદમી પાર્ટી ( Aam Admi Party) ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

Arvind Kejriwal નો ગુજરાત પ્રવાસ, પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે વિધાનસભા ચૂંટણી માટેની AAP ની તૈયારીઓ શરૂ થશે
FILE PHOTO

Follow us on

આમ આદમી પાર્ટી (Aam Admi Party) ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) એક દિવસના ગુજરાત પ્રવાસે આવનાર છે. 14 જૂનના રોજ સવારે 10 વાગ્યા આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોચશે. એરપોર્ટથી તેઓ સર્કીટ હાઉસ અને ત્યાંથી વલ્લભ સદન જશે. આશ્રમ રોડ પર આવેલા વલ્લભસદન ખાતે અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદને સંબોધન કરશે.

AAP પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
આમ આદમી પાર્ટી ( Aam Admi Party) ના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. AAPનું ગુજરાત પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં આશ્રમરોડ પર માઉન્ટ કાર્મેલ સ્કુલની પાછળ બનાવવામાં આવ્યું છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

AAP માં થશે ‘ભરતી’ ?
અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ગુજરાત AAP માં ઘણા લોકો જોડાય તેવી સંભાવના છે. આવા લોકોમાં સ્થાનિક પાર્ટીઓમાંથી અસંતુષ્ટ લોકો તેમજ વિદ્યાર્થી – યુવા પાંખના અસંતુષ્ટ કાર્યકરો AAP માં જોડાઈ શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત કેટલાક જાણીતા ચેહરાઓ પણ AAP માં જોડાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે.

ગુજરાત આગમન પહેલા ગુજરાતીમાં ટ્વીટ કર્યું
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Aravind Kejriwal) એ ગુજરાત આગામન પહેલા ગુજરાતીમાં ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે –

“હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈઓ-બહેનોને મળીશ.”

Published On - 9:08 pm, Sun, 13 June 21

Next Article