ઓમના ઉચ્ચારણ અંગે Abhishek Manu Singhvi એ કર્યું વિવાદિત નિવેદન, મળ્યો જડબાતોડ જવાબ

|

Jun 21, 2021 | 6:19 PM

અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ ઓમના ઉચ્ચારણ અંગે કરેલી વિવાદિત ટ્વીટ પર જ એમને જડબાતોડ જવાબ મળી રહ્યાં છે.

ઓમના ઉચ્ચારણ અંગે Abhishek Manu Singhvi એ કર્યું વિવાદિત નિવેદન, મળ્યો જડબાતોડ જવાબ
FILE PHOTO

Follow us on

International Yoga Day 2021 : આજે ભારત સહીત સમગ્ર વિશ્વ સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યો છે.
ભારતમાં પણ ઘણા રાજ્યોમાં વિવિધ સ્થળોએ કોરોના નિયમોના પગલે યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યોગ ગુરુઓના ઘણા કેન્દ્રીય પ્રધાનોએ ભાગ લીધો હતો.

પીએમ મોદીએ આજે ​​સવારે Yoga for wellness એટલે કે આરોગ્ય માટે યોગ અંગેની ઘણી વાતો જણાવી હતી અને કહ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન યોગ લોકો માટે આશાની કિરણ તરીકે લઈને આવ્યું છે. યોગના આ આંતરરાષ્ટ્રીય દિવસ પર આ દરમિયાન અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ યોગમાં ઓમના ઉચ્ચારણ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અભિષેક મનુ સિંઘવીનું વિવાદિત નિવેદન
કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ યોગને લઈને એક ટ્વીટ કર્યું છે, જેણે વિવાદ ઉભો કર્યો છે. યોગને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. યોગનો સંબંધ માનવશરીર સાથે છે. આમ છતાં જેમ રાક્ષસો હવનમાં હાડકા નાખે એમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ પર વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ ઓમના ઉચ્ચારણ અંગે વિવાદિત નિવેદન આપ્યું છે.

શું કહ્યું ઓમના ઉચ્ચારણ અંગે?
અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ ઓમ અને અલ્લાહનો ઉલ્લેખ કરતા યોગ વિશે ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું છે કે ઓમનો જાપ કરવાથી યોગ વધારે શક્તિશાળી બનશે નહીં કે અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઓછી થશે નહીં.

અભિષેક મનુ સિંઘવીને મળ્યાં જડબાતોડ જવાબ
અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi) એ ઓમના ઉચ્ચારણ અંગે કરેલી વિવાદિત ટ્વીટ પર જ એમને જડબાતોડ જવાબ મળી રહ્યાં છે. આ ઉપરાંત પ્રખ્યાત યોગગુરૂ બાબા રામદેવ અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને પણ અભિષેકને આડેહાથ લીધા હતા.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના ટ્વીટ પર યોગગુરુ બાબા રામદેવ (BABA RAMDEV) એ કહ્યું કે, ‘ઇશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. અલ્લાહ, ભગવાન બધા એક છે, તો ઓમ બોલવામાં તકલીફ શું છે.પરંતુ,અમે કોઈને ભગવાન કહેવાની મનાઈ કરી રહ્યા નથી.” બાબા રામદેવે કહ્યું કે બધાએ પણ યોગ કરવા જોઈએ, તો પછી બધાને એક જ ભગવાનના દર્શન થશે.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ લખ્યું હતું કે અભિષેક મનુ સિંઘવી (Abhishek Manu Singhvi)પર ફક્ત એટલું કહીશ કે મને ખબર નથી કે કોંગ્રેસના નેતાઓ આવા પ્રસંગોએ રાજકારણ કેમ કરે છે અને આવા નિવેદનો કેમ આપે છે. રસીકરણ અને યોગ બંને કોરોના સામેની લડતમાં જીવનદાન છે. આખા વિશ્વમાં યોગને કારણે આપણો દેશ આજે એક અલગ ઓળખ બની ગયો છે.

Next Article