
દક્ષિણ કોરિયા પૂર્વ એશિયાના દેશોમાંથી એક છે. આ દેશ તેની ફેશન, ટેક્નોલોજી અને કોસ્મેટિક સર્જરી માટે ઘણો પ્રખ્યાત છે. દક્ષિણ કોરિયાની કરન્સીનું નામ વોન છે. અહીં એક ભારતીય રૂપિયો લગભગ 15.64 વોન બરાબર છે. તેથી 100 ભારતીય રૂપિયાની ત્યાં કિંમત લગભગ 1600 વોનની બરાબર છે.

ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાનો એક દેશ છે. જ્યાં ઈસ્લામિક શૈલીની ઈમારતો અને મસ્જિદો પ્રખ્યાત છે. આ દેશના ચલણનું નામ ઉઝબેક સોમ છે. અહીં એક ભારતીય રૂપિયો લગભગ 147.86 ઉઝબેક સોમ બરાબર છે. એટલે કે જો તમે 100 ભારતીય રૂપિયા લઈને ત્યાં જાવ છો તો તેની કિંમત ત્યાં લગભગ 14,786 ઉઝબેક સોમના થઈ જશે.