Safest Airplane Seat : પ્લેનમાં આ સીટ છે સૌથી સુરક્ષિત, દુર્ઘટના સમયે બચી શકે છે જીવ !
આજકાલ હવાઈ મુસાફરી એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ તાજેતરમાં થયેલી મોટી વિમાન દુર્ઘટનાઓ બાદ લોકોના મનમાં સલામતીને લઈને સવાલો ઉભા થયા છે, ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્લેનમાં બેસવા માટે સૌથી સુરક્ષિત સીટ કઈ છે ? આજે આ લેખમાં તેના વિશે જાણીશું.
1 / 6
આજકાલ હવાઈ મુસાફરી એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્લેનમાં બેસવા માટે સૌથી સુરક્ષિત સીટ કઈ છે ? વિમાન દુર્ઘટના પછી ઘણી વખત સવાલો થાય છે કે કઈ સીટ પર બેસવાથી તમે સુરક્ષિત રહી શકો છો ? તાજેતરના વિમાન દુર્ઘટના પછી આ પ્રશ્ન ફરી મહત્ત્વનો બન્યો છે.
2 / 6
તાજેતરમાં અઝરબૈજાન એરલાઈન્સનું એક વિમાન કઝાકિસ્તાનમાં ક્રેશ થતાં 38 લોકોના મોત થયા હતા, તો સાઉથ કોરિયામાં એક પ્લેન ક્રેશ થતાં 179 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
3 / 6
આ બંને ઘટનાઓમાં કેટલાક જીવિત લોકોને વિમાનના પાછળના ભાગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે સવાલ એ થાય કે, વિમાનમાં બેસવા માટે કઈ સીટ સુરક્ષિત ગણાય.
4 / 6
અમેરિકાના 'એવિએશન ડિઝાસ્ટર લો' રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 1971 થી 2005 દરમિયાન થયેલા પ્લેન ક્રેશનો અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લેનમાં સૌથી પાછળની સીટો સુરક્ષિત છે.
5 / 6
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેનની પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિના બચવાની શક્યતા અન્ય સીટ પર બેઠેલા મુસાફરોની સરખામણીમાં 40 ટકા વધારે છે.
6 / 6
આ સિવાય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 35 વર્ષના પ્લેન એક્સિડન્ટના ડેટા પરથી જાણવા મળ્યું છે કે પ્લેનની પાછળની વચ્ચેની સીટ વધુ સુરક્ષિત છે.