દિવાળી પર અપનાવો આ સ્ટાઈલ, લુક લાગશે હટકે
જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ બજાર એથનિક વસ્ત્રોથી ભરાતું જાય છે. ફેશનની વાત આવે ત્યારે મહિલાઓ ખુબ કંફ્યુઝ થાય છે, બજારમાં તમને સાડીથી લઇને સૂટ સુધી તમામ ઓપ્શન મળશે, હવે આટલા ઓપ્શન હોય ત્યારે સ્વાભાવીક છે અસમંજસ થાય કે શું ખરીદવું અને શું નહીં.
1 / 6
જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ બજાર એથનિક વસ્ત્રોથી ભરાતું જાય છે. ફેશનની વાત આવે ત્યારે મહિલાઓ ખુબ કંફ્યુઝ થાય છે, બજારમાં તમને સાડીથી લઇને સૂટ સુધી તમામ ઓપ્શન મળશે, હવે આટલા ઓપ્શન હોય ત્યારે સ્વાભાવીક છે અસમંજસ થાય કે શું ખરીદવું અને શું નહીં. ફેશન દરેક વખતે બદલાતી રહે છે, એવામાં આજે અમે તમને જણાવશું કે તમે દિવાળીમાં કેવા પરીધાન પહેરીની સ્ટાઇલીશ લાગી શકો છો.
2 / 6
સાડી ક્યારેય ટ્રેન્ડની બહાર જતી નથી. જો તમે સાડી પહેરવાનું વિચારી રહ્યા હોવ તો બ્લોક પ્રિન્ટ અને નેરો બોર્ડરવાળી ઑફબીટ સાડી ટ્રાય કરો. દિવાળી લુક મેળવવા માટે, તમે કોન્ટ્રાસ્ટિંગ બ્લાઉઝ અને ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે સાડીને સ્ટાઇલ કરી શકો છો.
3 / 6
ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ હંમેશા ટ્રેન્ડમાં રહે છે. જે આપણામાંથી મોટા ભાગનાને પહેરવાનું ગમે છે. આ 2023ની દિવાળી, તમે ફ્યુઝન વેરનો ઘણો ટ્રેન્ડ જોશો. જો તમે ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ કેરી કરવાનું વિચારી રહ્યા હોવ તો ધોતી બોટમ, ક્રોપ ટોપ અથવા જેકેટ અથવા દુપટ્ટા સાથે કેટલાક વિકલ્પો છે જેને તમે આ દિવાળીમાં અજમાવી શકો છો.
4 / 6
શરારા સેટ આ દિવાળીમાં ટ્રેન્ડમાં છે. દિવાળીને સ્ટાઇલિશ બનાવવા માટે તમે એમ્બ્રોઇડરી કરેલ શરારા અને ટોપ પસંદ કરી શકો છો. શરારા સેટ આરામદાયક છે.
5 / 6
ફ્લોરલ પ્રિન્ટ્સે 2023માં ફરી ફેશનમાં આવી છે અને તે દિવાળી પર પણ ટ્રેન્ડમાં રહેશે. ફ્લોરલ સાડીઓથી લઈને અનારકલી સૂટ્સ સુધી,ફ્લોરલ પ્રિન્ટ તમને આપશે સ્ટાઇલીશ લુક. આ વર્ષે આ લુક તમને આપશે નવો ટ્રેન્ડી લુક.
6 / 6
આ વર્ષે કેપ સ્ટાઈલના આઉટફિટ્સ પણ ટ્રેન્ડમાં છે. સેલિબ્રિટી પણ આ આઉટફિટથી હોશે હોશે અપનાવી રહ્યા છે ,દિવાળી માટે પરફેક્ટ ફ્યુઝન આઉટફિટ બનાવવા માટે તમે કેપ ટોપ પસંદ કરી શકો છો અને એમ્બ્રોઇડરીવાળા લહેંગા સાથે સ્ટાઇલ કરી શકો છો.