Travel Special : શું મનાલી-શિમલા ફરીને બોર થઇ ગયા છો ? તો હવે આ સુંદર હિલ સ્ટેશનોની મુલાકાત લેવાનું આયોજન બનાવો

|

Apr 28, 2022 | 11:38 AM

Travel Special: ભારતમાં ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જેમાં દરેક વ્યક્તિ શિમલા, મનાલી, મસૂરી જેવા હિલ સ્ટેશનની મુલાકાત લેવા જાય છે, પરંતુ જો એમ બને કે તમે આ સ્થળોની મુલાકાત લઇ ચુક્યા છો અને નવા સ્થળોની શોધમાં છો તો આ અહેવાલ તમારા માટે છે

1 / 6
 ભારતમાં ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જેમાં દરેક વ્યક્તિ શિમલા, મનાલી, મસૂરી જેવા હિલ સ્ટેશનની મુલાકાત લેવા જાય છે. પરંતુ જો તમે ભીડથી દૂર સુંદર હિલ સ્ટેશન પર શાંતિથી ફરવા માંગો છો, તો આજે અમે તમને કેટલાક ખાસ વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ.

2 / 6
તમે હિમાચલના મશોબરાની મુલાકાત ન લીધી તો તમે શું ફર્યા? મશોબરા શિમલાના હિન્દુસ્તાન-તિબેટીયન રોડ દ્વારા જોડાયેલ છે. ગાઢ જંગલો આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.આને ફરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ કહેવાય છે.

3 / 6
જો તમે રોમાંચના શોખીન છો, તો ઉત્તરાખંડના મુનસ્યારીમાં ફરો. રોડોડેન્ડ્રોન, દેવદાર વૃક્ષોથી ઘેરાયેલું આ સ્થળ પોતાનામાં એક ખાસ અનુભવ આપે છે. અહીં ઘણા ટ્રેકિંગ પોઈન્ટ્સ પણ છે, તમે અહીં મિત્રો સાથે ખૂબ મજા માણી શકો છો.

4 / 6
ધર્મકોટ એક નાનું સુંદર હિલ સ્ટેશન છે. આ સ્થળ મૈક્લોડગંજની ઉપરની ટેકરીની ટોચ પર આવેલું છે. જે ભીડથી દુર શાંતિનો અહેસાસ આપે છે. જો તમને સુંદર વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ પળો પસાર કરવા માંગો છો તો અહીંની એક મુલાકાત ચોક્કસ લેવી જોઇએ.

5 / 6
મસૂરીથી લગભગ 6 કિમી દૂર, લંઢૌર એક એવું સ્થળ છે જે લોકોને પ્રાચીન આકર્ષણોથી મંત્રમુગ્ધ કરી દે છે. આ એક આકર્ષક હિલ સ્ટેશન છે. અહીં વિતાવેલી પળો તમને આનંદનો અનુભવ આપે છે.અહીં તમે કેમ્પ્ટી ફોલ્સ, ધનોલ્ટી, સુરકંડા દેવી અથવા ચંબા વગેરેની મુલાકાત લઈ શકો છો.

6 / 6
કાઝા હિમાચલ પ્રદેશમાં આવેલું એક સુંદર ઠંડી જગ્યા છે. તે તિબેટ અથવા લદ્દાખની સરહદ પર છે. અહીં તમને બુદ્ધ સંસ્કૃતિની વિશેષ અસર જોવા મળશે. જો તમે એડવેન્ચર પ્રેમી અને ટ્રેકિંગના શોખીન છો, તો ચોક્કસથી અહીં આવવાની યોજના બનાવો.

Next Photo Gallery