
આ ગૌશાળાનું નિર્માણ સ્વ. બાબુભાઈ રામસુરભાઈ વાંકે કર્યું હતું. આજે તેમના દિકરાઓ આ ગૌશાળાનું સંચાલન કરી રહ્યાં છે. આ ગૌશાળામાં સ્વ.બાબુભાઈના દિકરાઓ રોજ સાંજે 5 વાગ્યે ભેગા થાય છે અને ગાયોની સેવા કરે છે. અહિંયા તેઓ ગાયો સાથે પોતાનો સમય વિતાવે છે.

આ ગૌશાળાની મુલાકાત અત્યાર સુધીમાં અનેક નામાંકિત કલાકારો લઈ ચૂક્યા છે. અહિંયા ઘણા ગીતોના શૂટિંગ પણ થયા છે.100થી વધુ પ્રીવેડિંગ અહિંયા થયા છે. નવા ઉભરતા કલાકારોને પણ અહિંયા પ્રોત્સાહન આપવામાં આવે છે. અત્યારે યુટ્યૂબ પર 70 વધુ ગીતો આ ગૌશાળામાં શૂટ થયેલા ધુમ મચાવી રહ્યાં છે.

આ ગૌશાળાની મોરારીબાપુ, જીજ્ઞેશદાદા સહિત અનેક સંતોએ મુલાકાત લીધી છે. આ સાથે જ ફિલ્મ કલાકાર અમીષા પટેલ, ટીવી કલાકાર જેઠાલાલ અને બબિતાજીએ પણ આ ગૌશાળાની મુલાકાત લીધી છે અને અહિંયા તેઓએ રાત્રિ રોકાણ પણ કર્યું છે.
Published On - 5:12 pm, Sat, 23 September 23