તુર્કીના ભૂકંપથી લઈને બિપરજોય વાવાઝોડું…આ છે વર્ષ 2023ની સૌથી ભયંકર કુદરતી આફતો

વર્ષ 2023માં વિશ્વએ ઘણી ભયાનક કુદરતી આફતો જોઈ. જેમાં તુર્કી-સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી લઈને લિબિયામાં આવેલા પૂરે મોટાપાયે વિનાશ વેર્યો હતો. આ કુદરતી આફતોમાં સેંકડો લોકોના જીવ ગયા હતા. આજે અમે તમને વર્ષ 2023માં આવેલી કુદરતી આફતોમાંથી સૌથી ભયંકર ઘટનાઓ વિશે જણાવીશું, જે કાયમ માટે ઈતિહાસમાં નોંધાઈ ગઈ છે.

| Updated on: Dec 25, 2023 | 6:18 PM
4 / 6
હિમાચલ પ્રદેશ ભૂસ્ખલન : વર્ષ 2023ના જુલાઈ-ઓગસ્ટ મહિનામાં હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આવી ભયંકર તબાહી રાજ્યના લોકોએ ઈતિહાસમાં પહેલીવાર જોઈ હતી. ભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

5 / 6
હવાઈના જંગલમાં આગ : ઓગસ્ટ 2023માં અમેરિકાના જંગલમાં ઇતિહાસમાં સૌથી ભયંકર આગ લાગી હતી. આ આગમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 100ની આસપાસ હતી. સદીઓ જૂના લાહૈના શહેરમાં આગ લાગી હતી અને ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં આગ લાગી હતી. આગના કારણે લગભગ 2,200 ઇમારતોને નુકસાન થયું હતું, જેમાંથી 86 ટકા રહેણાંક ઇમારતો હતી. અંદાજે 6 બિલિયન યુએસ ડોલરનું નુકસાન થયું હતું.

6 / 6
બિપરજોય વાવાઝોડું : ચક્રવાત બિપરજોયે આ વર્ષે જૂનની શરૂઆતમાં ગુજરાતમાં તબાહી મચાવી હતી, બિપરજોય વર્ષ 1977 પછી ઉત્તર હિંદ મહાસાગરમાં સૌથી લાંબુ સક્રિય ચક્રવાતી તોફાન હતું. ચક્રવાત બિપરજોયએ ભારત અને પાકિસ્તાનને અસર કરી હતી, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1,80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં કુલ 13 દિવસ અને ત્રણ કલાક સુધી સક્રિય રહ્યું હતું. (Image :  ANI, PTI, AFP)